ફિલિપાઇન્સ: વધુ એક વાવાઝોડું તબાહી મચાવશે, 10 લાખ લોકોને કરાયા સ્થળાંતરિત
ફિલિપાઇન્સમાં એક પછી એક વાવાઝોડાંનો ત્રાસ ચાલુ છે. તાજેતરમાં આવેલા ટાયફૂન ફંગ-વોંગ (Typhoon Fung-Wong)ના કારણે દેશમાં ભારે વરસાદ, પૂર અને તોફાની પવનથી હાહાકાર મચ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 10 લાખ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ છે. ઓરોરા પ્રાંતમાં લેન્ડફોલની શક્યતા હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ ફંગ-વોંગ વાવાઝોડું ઓરોરા પ્રાંતમાં રાત્રે 8 થી 11 વાગ્યાની વચ્ચે લેન્ડફોલ કરશે. વાવાઝોડાથી પ્રદેશમાં ભારે વરસાદ અને તીવ્ર પવન ફૂંકાશે તેવી ચેતવણી આપવામાં આવી છે. સરકારે નાગરિકોને ઘર છોડીને સુરક્ષિત સ્થળે જવા સૂચના આપી છે. ઘણા વિસ્તારોમાં શાળાઓ, ઓફિસો અને સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવી છે. ફ્લાઇટ્સ રદ, પરિવહન પર અસર વાવાઝોડાને પગલે 300થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. દક્ષિણ લુઝોન અને બિકોલ વિસ્તારમા પણ પૂરની…
ચક્રવાતની ચેતવણી: મોન્થા પછી ફરી એક વાવાઝોડું ત્રાટકશે?, IMD ની આગાહી મુજબ કાલથી વધુ તીવ્ર બનશે
બંગાળની ખાડી પર નવી હવામાન પ્રણાલી સક્રિય થતાં હવામાન વિભાગે ચક્રવાતની ચેતવણી જારી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 2 નવેમ્બરના રોજ સવારે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને મ્યાનમાર દરિયાકાંઠે નીચા દબાણનું ક્ષેત્ર સર્જાયું છે, જે આવતા 48 કલાકમાં વધુ તીવ્ર બનવાની શક્યતા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ “ચક્રવાતી પરિભ્રમણ”ના સ્વરૂપમાં વિકસતી જઈ રહી છે, જે સમુદ્ર સપાટીથી 5.8 કિલોમીટર ઊંચાઈ સુધી વ્યાપી છે. આ હવામાન પ્રણાલી ઉત્તર અને પછી ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની ધારણા છે. IMD એ ઉત્તર આંદામાન સમુદ્ર માટે તોફાની હવામાનની ચેતવણી જાહેર કરી છે, જ્યાં 55 કિમી પ્રતિ કલાક સુધીના તીવ્ર પવનની શક્યતા છે. 4 નવેમ્બરથી આ સિસ્ટમ વધુ તીવ્ર બનશે અને દરિયાની સ્થિતિ પણ જોખમી રહેશે, એવું અનુમાન છે. સ્થાનિક…
રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની કરાઈ આગાહી, 30 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા
રાજ્યમાં ચોમાસા વિદાયની વેળાએ હળવો થી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. ખાસ કરીને 27 થી 30 સપ્ટેમ્બરની વચ્ચે ભારે વરસાદ પણ થઈ શકે છે. વરસાદની વિસ્તૃત આગાહી હવામાન વિભાગના તાજેતરના આંકડાઓ મુજબ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સિવાયના અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે 30 થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની સંભાવના છે. આ સાથે, કેટલાક વિસ્તારોમાં મેઘમહેરના દ્રશ્યો પણ જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય બંગાળની ખાડીમાં એક લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી તેની અસર ગુજરાતમાં પણ પડી રહી છે. આ સિસ્ટમના કારણે હવામાન વધારે અસ્થિર બને છે અને તે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદને પ્રોત્સાહન આપતી…










