મેક્સિકોના એક સુપરમાર્કેટમાં વિસ્ફોટ બાદ લાગી ભયંકર આગ, 23 લોકોના મોત
મેક્સિકોના ઉત્તરપશ્ચિમ રાજ્ય સોનોરાની રાજધાની હર્મોસિલોમાં એક સ્ટોરમાં ભીષણ આગ અને વિસ્ફોટમાં ઓછામાં ઓછા 23 લોકો માર્યા ગયા, જેમાં ઘણા બાળકોનો સમાવેશ થાય છે અને 12 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. શહેરના ડાઉનટાઉન વિસ્તારમાં આવેલા વાલ્ડોસ સ્ટોરમાં આ અકસ્માત થયો હતો. સોનોરાના ગવર્નર અલ્ફોન્સો દુરાઝોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં ઘટનાની પુષ્ટિ કરી હતી અને પીડિતોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. રાજ્યના એટર્ની જનરલ ગુસ્તાવો સલાસ ચાવેઝે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઝેરી વાયુઓ શ્વાસમાં લેવાથી મૃત્યુ થયા છે. તેમણે કહ્યું કે હાલમાં એવા કોઈ સંકેત નથી કે આગ જાણી જોઈને લગાવવામાં આવી હતી, જોકે શક્યતા નકારી શકાય નહીં. ઘટના બાદ, 12 ઘાયલ લોકોને હર્મોસિલોની છ હોસ્પિટલોમાં…







