આસામના પૂરપીડિતો માટે નીતા અંબાણીની મોટી જાહેરાત: ₹21 કરોડનું દાન, 50 હજારથી વધુ લોકોને સહાય પહોંચાડવાનો સંકલ્પ
આસામમાં વિનાશક પૂરના કારણે હજારો પરિવારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના કારણે અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે હજારો લોકોને રાહત કેમ્પોમાં આશરો લેવો પડ્યો છે. આવી કપરી પરિસ્થિતિમાં રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં આસામના પૂરપીડિતોની મદદ માટે મુખ્યમંત્રી રાહત કોષમાં ₹21 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે. આસામમાં નીતા અંબાણીએ જણાવ્યું કે આસામના લોકો આ મુશ્કેલ સમયમાં એકલા નથી. તેમણે કહ્યું, “અમારી પ્રાર્થનાઓ અને સંવેદનાઓ આસામના દરેક પરિવાર સાથે છે. આ વિનાશક પૂરે અનેક પરિવારોને અસર કરી છે અને તેમનું દુઃખ અમને સ્પર્શી ગયું છે. રિલાયન્સ પરિવાર હંમેશા તેમની સાથે ઊભો રહેશે.” આસામમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ વ્યક્ત કર્યો આભાર…
ટેક જગતે ટ્રમ્પ સામે અવાજ ઉઠાવવો જોઈએ: લિંક્ડઈનના રીડ હૉફમેની અપીલ
સિલિકોન વેલી: લિંક્ડઈનના સહ-સ્થાપક રીડ હૉફમેને ટેક ઉદ્યોગના આગેવાનોને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ઈમિગ્રેશન નીતિઓ અને મિનેસોટામાં થયેલી નાગરિકોની હત્યા સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવવા અપીલ કરી છે. હૉફમે સ્પષ્ટપણે જણાવ્યું છે કે “ટેક જગત ટ્રમ્પ સામે ઘૂંટણિયા ટેકવી નહી શકે.” ગૂગલના ચીફ સાઈન્ટિસ્ટ જેફ ડીન અને વેન્ચર કેપિટાલિસ્ટ વિનોદ ખોસલા જેવા મોટા ટેક આગેવાનો પણ ટ્રમ્પના આ અભિયાનની ટીકા કરી ચૂક્યા છે. હૉફમેનો દાવો છે કે સિલિકોન વેલીના ટેક લીડર્સોએ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં વધુ ખુલ્લેઆમ અવાજ ઉઠાવવાનો નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. મિનિયાપોલિસમાં ઘટેલી ઘટનાઓ હૉફમેનું કહેવું છે કે મિનિયાપોલિસમાં ફેડરલ એજન્ટ્સ દ્વારા રેની ગુડ અને એલેક્સ પ્રીટીની હત્યાઓ પછી ટેક લીડર્સ માટે ખુલ્લેઆમ બોલવાની જવાબદારી વધુ ગંભીર બની ગઈ છે. આ ઘટનાએ ટ્રમ્પ પ્રશાસન…
ગુનાખોરી ક્યારે અટકશે..? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
ગાંધીનું ગુજરાત કે ગુનાખોરોનું ગુજરાત..? ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત માત્ર વાતો..!! નશાખોરી, કૌભાંડ, ભ્રષ્ટાચારની સાથે લુખ્ખારાજ રાજ્યમાં અનેક સ્થળોએ અસામાજિક તત્વોનો આતંક જાહેરમાં નજીવી બાબતે મારામારી, લૂંટ, હત્યાના બનાવો અપહરણ, દારૂ, ડ્રગ્સ, લુખ્ખાગીરી, દાદાગીરીના અનેક કિસ્સા નશાખોરી અને કૌભાંડથી સમાજનું થઇ રહ્યું છે પતન દારૂ અને ડ્રગ્સથી યુવાનોનું ભવિષ્ય અંધકારમય ભ્રષ્ટાચારથી ન્યાય પ્રણાલી પર આંચકો સમાજમાં સુરક્ષાની લાગણીનો અભાવ ગુનાખોરી સામે જનજાગૃતિની તાતી જરૂર સુરક્ષિત અને શાંતિપૂર્ણ ગુજરાત માત્ર એક સપનું..! Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in









