ન્યૂયોર્કમાં ભારે હિમવર્ષા: 3000 થી વધુ ફ્લાઇટ્સ રદ, 20 ઇંચ બરફ સાથે જનજીવન ઠપ્પ
શહેરમાં છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે હિમવર્ષાને કારણે ન્યૂયોર્ક અને આસપાસના વિસ્તારોમાં સંકટ સર્જાઈ ગયો છે. અંદાજે 20 ઇંચ જેટલો બરફ ખાબકતા જનજીવન ઠપ્પ થઈ ગયું છે. પરિવહન અને એરપોર્ટ્સ પર મોટી સમસ્યાઓ જોવા મળી રહી છે. એરપોર્ટ્સ પર સ્થિતિ: JFK એરપોર્ટ: 1087 ફ્લાઇટ્સ રદ, એરટ્રેન સેવા પણ અટકી. લાગાર્ડિયા એરપોર્ટ: 1025 ફ્લાઇટ્સ રદ. નેવાર્ક એરપોર્ટ (ન્યૂજર્સી): 861 ફ્લાઇટ્સ રદ. શહેરમાં પગલાં અને સલાહ: – ન્યૂયોર્ક પ્રશાસન દ્વારા બિન-જરૂરી મુસાફરી પર પ્રતિબંધ (Travel Ban) લાગુ. – બરફ હટાવવા મશીનો અને રાહત ટીમો કામગીરીમાં લાગેલા, પરંતુ સતત બરફને કારણે મુશ્કેલી. – નાગરિકોને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવાની અપીલ. નાગરિકોને સલાહ: માર્ગ પર જતાં સમયે ખૂબ જ સાવધાન રહેવું, ફરજિયાત હોમ સ્ટેનું પાલન કરવું, અને જરૂરી હોય તો…







