એરટેલ અને ગુગલ વચ્ચે થઈ મોટી ડીલ… હવે યુઝર્સને SMSમાં મળશે આ ખાસ સુવિધા

AIRTEL પોતાના ગ્રાહકોને નવી સુવિધાઓ આપવા માટે જાણીતું છે. આ દરમિયાન એરટેલ, ગૂગલના સહયોગથી, ટૂંક સમયમાં ભારતમાં RCS સેવાઓ શરૂ કરી રહી છે. જે smsમાં WhatsApp જેવી સુવિધાઓ મળશે. ભારતની બીજી સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર એરટેલે ગુગલ સાથે ખાસ ભાગીદારી કરી છે. એરટેલ હવે તેના નેટવર્ક પર RCS (રિચ કોમ્યુનિકેશન સર્વિસીસ) મેસેજિંગ લોન્ચ કરી રહી છે. આ SMS નું નવું અને અદ્યતન અપડેટ છે. આ સેવા SMS માં WhatsApp મેસેજિંગ એપ્લિકેશન જેવી જ સુવિધાઓ આપશે. તે તમને SMS દ્વારા ફોટા અને વિડિઓઝ મોકલવાની તેમજ ગ્રુપ ચેટમાં જોડાવાની મંજૂરી આપે છે. અહેવાલો સૂચવે છે કે સ્પામના ડરને કારણે એરટેલ શરૂઆતમાં આ ટેકનોલોજી અપનાવવામાં ખચકાટ અનુભવતી હતી, પરંતુ ગુગલ સાથે સમર્પિત ઉકેલ વિકસાવવામાં આવ્યા પછી હવે આ સેવા…