દિલ્હી-NCRમાં ઠંડી અને પ્રદૂષણનો બમણો માર: AQI ચિંતાજનક, 30 ડિસેમ્બર સુધી શીત લહેર અને ધુમ્મસની ચેતવણી
દિલ્હી-NCR વિસ્તારમાં હાલની ઠંડી અને હવા પ્રદૂષણનો મિશ્રણ મોટા પાયે ગભરાવનું કારણ બની રહ્યું છે. હવામાન વિભાગે 30 ડિસેમ્બર સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર રાજસ્થાનમાં શીત લહેર અને ધુમ્મસની ચેતવણી આપી છે. આ ક્ષેત્રોમાં ઠંડીના જોરદાર ઝટકા સાથે પ્રદૂષણના સ્તર પણ વધતા જવા માટે આ ચેતવણી આપવામાં આવી છે. દિલ્હીમાં 40 મોનિટરિંગ સ્ટેશનોમાંથી અડધા થી વધુ “ગંભીર” શ્રેણીમાં છે. CPCBના જણાવ્યા અનુસાર, 6 વાગ્યે દિલ્હીનો AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 391 નોંધવામાં આવ્યો હતો, જે “ગંભીર” શ્રેણીમાં છે. આનંદ વિહારમાં 445, ITOમાં 403, વઝીરપુરમાં 433, રોહિણીમાં 424 અને પટપડગંજમાં 424 AQI નોંધાયા છે. NCRમાં પણ હવા ગુણવત્તા ખૂબ ખરાબ છે. ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ અને વસુંધરામાં અનુક્રમે 394 અને 429 AQI નોંધાયું, જ્યારે નોઇડાના સેક્ટર 125 અને 1માં…
દિલ્હી બની ‘ગેસ ચેમ્બર’: GRAP-4 ના કડક પ્રતિબંધ છતાં હવામાં ઝેર, શું સરકારના પ્રયાસો નિષ્ફળ?
દિલ્લી-NCRમાં હવામાં પ્રદૂષણનું સ્તર અત્યંત ખતરનાક સપાટીએ પહોંચી ગયું છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400 ને પાર કરી જતા સ્થાનિક પ્રશાસન દ્વારા GRAP-4 (Graded Response Action Plan)ના સૌથી કડક તબક્કા અમલમાં મૂકવામાં આવ્યા છે. આમ છતાં, દિલ્હીની હવા ‘ઝેરી’ bani રહી છે અને સામાન્ય લોકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે. GRAP-4 હેઠળ કરવામાં આવેલા પગલાં જૂના ડીઝલ અને પેટ્રોલ વાહનો પર પૂર્ણ પ્રતિબંધ. – ભારે ટ્રકો માટે દિલ્હીમાં પ્રવેશ પર મનાઈ; માત્ર જીવનજરૂરી સામાન લાવતા વાહનોને છૂટ. – સરકારી અને ખાનગી ઓફિસોમાં 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાની સૂચના. – માન્ય PUC (Pollution Certificate) વગર પેટ્રોલ પંપ પર ઇંધણ પૂરૂ પાડવા પર રોક. સ્થિતિ સુધરી નથી? નિષ્ણાતો મુજબ, માર્ગ પરની ધૂળ, લેન્ડફિલ સાઈટ…
દિલ્હી-એનસીઆરમાં શ્વસન કટોકટી: અનેક વિસ્તારોમાં AQI 500ની નજીક, GRAP-4 લાગુ
દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ભયાનક સ્તરે પહોંચી ગઈ છે. ધીમી પવનની ગતિ, સ્થિર હવામાન અને પ્રદૂષકોના વિખેરાવના અભાવને કારણે રવિવારે રાજધાનીમાં આ વર્ષની સૌથી ખરાબ હવા ગુણવત્તા નોંધાઈ છે. ઘણા વિસ્તારોમાં AQI 500ની નજીક પહોંચી જતા લોકો માટે શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે. સવારથી જ ઘુમ્મસ અને ઝાકળની જાડી ચાદર છવાઈ હતી, જેના કારણે દૃશ્યતા ઘટી ગઈ હતી. લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા અને આંખોમાં બળતરા તથા શ્વસન તકલીફની ફરિયાદો વધી છે. દિલ્હી માટેની એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ મુજબ, રવિવારે સવારે સરેરાશ AQI 462 નોંધાયો હતો, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે. દિલ્હીના વિસ્તારોમાં AQI સ્થિતિ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના સવારે 7 વાગ્યાના ડેટા મુજબ: ક્રમ વિસ્તાર AQI (સવારે 7 વાગ્યે) 1 અલીપુર 439 2…
ઇન્ડિયા ગેટ પર પ્રદૂષણ વિરોધ પ્રદર્શન દરમિયાન પેપર સ્પ્રે હુમલો, 3–4 પોલીસકર્મીઓ ઘાયલ; FIR નોંધાઇ
દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ સામે રવિવારે સાંજે ઇન્ડિયા ગેટ પર નાગરિકો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં અચાનક તંગદિલી સર્જાઈ હતી. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પેપર સ્પ્રેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે 3 થી 4 પોલીસકર્મીઓ ઘાયલ થયા અને તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા. વિરોધ દરમિયાન હિડમાના પોસ્ટરો મળ્યા પોલીસના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારીઓ તાજેતરમાં માર્યા ગયેલા નક્સલી કમાન્ડર માધવી હિડમાના પોસ્ટરો લઈને આવ્યા હતા. પોસ્ટરો ક્યાંથી લાવવામાં આવ્યા અને તેમની પાછળ કોણ છે, તેની તપાસ ચાલુ છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ઇન્ડિયા ગેટ પર જ વિરોધ પ્રદર્શનકારીઓ દિલ્હીની ઝેરી હવા સામે તાત્કાલિક પગલાંની માંગ કરી રહ્યા હતા. પોલીસે સુપ્રીમ કોર્ટનો આદેશ દર્શાવીને જણાવ્યું કે દિલ્હીમાં કોઈપણ પ્રકારના વિરોધ માટે જંતર મંતર…
પાકિસ્તાન : લાહોર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં ફરી એકવાર સામેલ, AQI 577 ના “ખતરનાક” સ્તર પર…
પંજાબ પ્રાંતની રાજધાની લાહોર ફરી એકવાર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં સ્થાન મેળવ્યું છે. IQAir ના હવા ગુણવત્તા ડેટા અનુસાર, રવિવારે વહેલી સવારે લાહોરનો હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 577 ના “ખતરનાક” સ્તર પર પહોંચ્યો. સતત ચોથા દિવસે શહેરના મોટા ભાગો ગાઢ ધુમ્મસમાં છવાયેલા રહ્યા, જેના કારણે દૃશ્યતા ઘટી અને સ્થાનિક રહેવાસીઓમાં ગંભીર આરોગ્ય ચિંતાઓ ઉભી થઈ. હવા પ્રદૂષણનું સ્તર DHA ફેઝ 8 માં 448, ગુરુમંગટ રોડ પર 342 અને AC ઓફિસ શાલીમાર કોમ્પ્લેક્સ પાસે 305 સુધી નોંધાયું, જ્યારે ગુજરાંવાલા 632 અને સિયાલકોટ 462 સુધી પહોંચ્યું. પર્યાવરણીય નિષ્ણાતોએ જણાવ્યું કે લાંબા સમય સુધી આ ભારે પ્રદૂષણના સંપર્કમાં રહેવું શ્વસન રોગો, આંખ અને ગળામાં બળતરા, તેમજ ક્રોનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ખતરનાક છે. લાહોરમાં સ્થાનિક જૂથો અને પોલીસ ધુમાડા વિરોધી…











