ટેટૂની શાહીથી કેન્સર અને HIVનો ખતરો? કર્ણાટક સરકારની ચિંતા વચ્ચે જાણો ટેટૂ કરાવતાં પહેલાં શું ધ્યાન રાખવું

આજના સમયમાં ટેટૂ માત્ર શરીર પર બનાવવામાં આવતું ચિત્ર નથી રહ્યું, પરંતુ યુવાનો માટે સ્ટાઇલ અને પોતાની ઓળખ વ્યક્ત કરવાનો એક લોકપ્રિય માધ્યમ બની ગયું છે. જોકે, ટેટૂની વધતી લોકપ્રિયતા સાથે તેની સલામતી અને સ્વચ્છતાને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. કર્ણાટકના આરોગ્ય વિભાગે ટેટૂ પાર્લરો અને ટેટૂની શાહીને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને દેશભરમાં એકસમાન નિયમો બનાવવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે. ટેટૂ બનાવતી વખતે સોય ત્વચામાં પ્રવેશ કરે છે અને શાહીના પિગમેન્ટને ત્વચાના ડર્મિસ સ્તરમાં પહોંચાડે છે. જો પ્રક્રિયા દરમિયાન સ્વચ્છતા અને સ્ટેરિલાઇઝેશનના નિયમોનું પાલન ન થાય તો ચેપ, એલર્જી અને લોહી દ્વારા ફેલાતા રોગોનું જોખમ વધી શકે છે. ટેટૂની વધતી લોકપ્રિયતા વચ્ચે નિયમનની માંગ ભારતમાં ટેટૂ સ્ટુડિયો અને પાર્લરોની સંખ્યા છેલ્લા…

ગાંધીનગરની નિશા પટેલને “ધ સ્કિન એક્સપર્ટ ઓફ ઈન્ડિયા 2025” માં દેશભરમાં બીજું સ્થાન

ગુજરાતની ગૌરવરૂપ મહિલા ઉદ્યોગસાહસિક નિશા પટેલે “ધ સ્કિન એક્સપર્ટ ઓફ ઈન્ડિયા 2025” સ્પર્ધામાં દેશભરમાં બીજું સ્થાન મેળવીને રાજ્યનું નામ રોશન કર્યું છે. આ ગ્રાન્ડ ફિનાલે મુંબઈના JW મેરિયટ હોટેલ ખાતે રાગા પ્રોફેશનલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં દેશભરના 1000થી વધુ પ્રતિસ્પર્ધીઓમાંથી પસંદ કરાયેલા 12 ફાઇનલિસ્ટ વચ્ચે તીવ્ર સ્પર્ધા થઈ હતી. નિશા પટેલની સિદ્ધિ નિશા પટેલ ‘ઇડન ધ સેલૂન’ અને **‘ઇડન ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ’**ની સ્થાપક છે. તેમણે સ્કિનકેર અને બ્યુટી ક્ષેત્રે પોતાનું વિશેષ સ્થાન બનાવ્યું છે. તેમને ટ્રોફી, સર્ટિફિકેટ, રાગા પ્રોડક્ટ કિટ અને થાઇલેન્ડ ટ્રિપથી સન્માનિત કરવામાં આવી હતી. નિશા પટેલ પાટણ જિલ્લાના ઈસ્લામપુરા ગામના વતની અને વિશાલ પટેલ (રામનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર)ની ધર્મપત્ની છે. તેમની આ સિદ્ધિ માત્ર ગાંધીનગર માટે નહીં પરંતુ આખા ગુજરાત માટે ગૌરવનો ક્ષણ છે.…