સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો, સોનું ₹1,62,000ને સ્પર્શ્યું

બુધવારે રાત્રે એમસીએક્સ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે યુદ્ધના તણાવ અને આર્થિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણની દિશા તરફ વળ્યા છે, જેના પરિણામે કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો ચાંદીના ભાવમાં એક જ દિવસમાં ₹31,000નો ઉછાળો નોંધાયો. તેની સાથે ચાંદીનો ભાવ ₹3,75,000 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. બજારના નિષ્ણાતો જણાવે છે કે આ તેજી અત્યંત અપ્રતિમ છે અને આગામી સમયમાં ચાંદી ₹૪ લાખની સપાટી પણ સ્પર્શી શકે છે. સોનામાં 5% જેટલો જંગી ઉછાળો સોનામાં એક જ સેશનમાં ₹8,000નો વધારો જોવા મળ્યો, જે ટકાવારી પ્રમાણે લગભગ 5% જેટલો છે. આ ઉછાળાના કારણે સોનું 10 ગ્રામ માટે ₹1,62,000 ની સપાટી સુધી પહોંચી ગયું છે. આ તેજી પાછળના મુખ્ય કારણો – અમેરિકા-યુરોપ તણાવ: અમેરિકાના ટેરિફ્સ અને વેપાર યુદ્ધના ભયના કારણે સોનાની માંગ વધેલી. – વેનેઝુએલા સંઘર્ષ: વેનેઝુએલામાં વધતા તણાવને લીધે રોકાણકાર સુરક્ષિત એસેટ્સ તરફ વળ્યા. – ડોલરની નબળાઈ: અમેરિકન ડોલરની કીમત ઘટવાથી સોનું-ચાંદી જેવી સેફ હેવન એસેટ્સમાં રોકાણ વધ્યું. આ તાજેતરની તેજી બુલિયન માર્કેટના જૂના સમીકરણોને જમાઈ ગઈ છે. તહેવાર અને લગ્નની સીઝન પહેલા જ સોનું-ચાંદી સામાન્ય લોકોની પહોચથી દુર થઈ ગયું છે.  Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

ચાંદીમાં અભૂતપૂર્વ તેજી, કિલોગ્રામનો ભાવ પોણા બે લાખની સપાટીને પાર

ચાંદીના ભાવમાં અપ્રતિમ તેજી જોવા મળી રહી છે, જ્યાં ચાંદીનું ભાવ પ્રતિ કિલોગ્રામ ₹1,90,000 થી વધુ પહોંચીને પોણા બે લાખની સપાટી પાર કરી ગઈ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના અહેવાલ મુજબ, માત્ર એક જ દિવસે ચાંદીના ભાવમાં ₹10,000 નો ઝટકો નોંધાયો છે. આ તેજી પાછળ વૈશ્વિક બજારમાં સપ્લાયની અછત અને ઔદ્યોગિક માંગમાં સતત વધારો છે. ખાસ કરીને સોલર ઉર્જા, ઇલેક્ટ્રિક વાહનોની બેટરીઝ, સેમીકન્ડક્ટર્સ અને 5G ટેક્નોલોજીના ક્ષેત્રોમાં ચાંદીની વધતી માંગ એ મોટો કારણ છે. લંડન બુલિયન માર્કેટ અને US સિલ્વર ઇન્સ્ટિટ્યૂટના ડેટા અનુસાર 2025માં પણ ચાંદીના સપ્લાયમાં ખાધ રહેવાનું અનુમાન છે. ભારતીય બજારમાં ફિઝિકલ ચાંદીની અછતને કારણે સ્થાનિક ભાવ આંતરરાષ્ટ્રીય ભાવ કરતાં વધારે પ્રીમિયમ પર ટ્રેડ થાય છે. બજાર નિષ્ણાતો માને છે કે ચાંદીનો ભાવ ટૂંક સમયમાં ₹2,00,000 પ્રતિ કિલોગ્રામને પાર કરી શકે છે અને લાંબા ગાળે ₹3,00,000 સુધી પહોંચવાની શક્યતાઓ છે. આ તેજી દર્શાવે છે કે ચાંદી હવે માત્ર જ્વેલરી માટે નહીં, પરંતુ વૈશ્વિક ઔદ્યોગિક ઉપયોગ અને રોકાણ માટે મહત્વપૂર્ણ ધાતુ બની રહી છે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in