ચાંદીના ભંડારમાં ‘સુલતાન’ કોણ? જાણો દુનિયાનો સૌથી મોટો ચાંદી ખજાનો કયા દેશ પાસે

સોનાની જેમ હવે ચાંદી પણ રોકાણકારો માટે હોટ ફેવરિટ બની રહી છે. હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે વિશ્વમાં ચાંદીનો સૌથી મોટો ભંડાર કયા દેશ પાસે છે. નિષ્ણાતો અને ડેટા મુજબ, મેક્સિકો ચાંદીના ઉત્પાદન અને ભંડારમાં વિશ્વના ટોપ હરીફોમાં આવે છે. જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સમાં ચીનનો ઉલ્લેખ થાય છે, વાસ્તવમાં ભૂગર્ભમાં રહેલી ચાંદી અને રિફાઇન્ડ સ્ટોક વચ્ચે તફાવત છે. ભૂગર્ભમાં સૌથી મોટાં ચાંદીના ભંડાર મેક્સિકો, પેરુ અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. મેક્સિકો દાયકાઓથી વિશ્વનો સૌથી મોટો નિકાસકાર છે, જ્યારે ચીન તેની ઔદ્યોગિક માંગ અને ટેકનોલોજી ઉદ્યોગને પહોંચી વળવા માટે ચાંદીનું વિશાળ હોલ્ડિંગ જાળવી રહ્યું છે. કંગાળો અંદાજ લગાવવામાં આવે છે કે ચીન પાસે વૈશ્વિક ચાંદીનો 70% જેટલો હિસ્સો હોઈ શકે છે, જે મુખ્યત્વે…

Silver Price Today: ચાંદી $114 પહોંચતાં ઈતિહાસ, ભારતીય બજારમાં ભાવ ₹3.68 લાખ પ્રતિ કિલો

ચાંદીના ભાવમાં ફરી એકવાર ઇતિહાસ સર્જાયો છે. વૈશ્વિક બજારમાં ચાંદીએ તમામ રેકોર્ડ તોડી નાખતાં $100નો આંકડો પાર કર્યો છે. સોમવાર, 26 જાન્યુઆરીએ ચાંદીનો ભાવ $114 પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયો, જે ભારતીય બજારમાં અંદાજે ₹3.68 લાખ પ્રતિ કિલોગ્રામ બરાબર છે. આ સ્તર ચાંદી માટે વૈશ્વિક બજારમાં અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી માનવામાં આવી રહી છે. Comexના આંકડા મુજબ, એક જ દિવસે ચાંદીમાં આશરે 13% અથવા $13.15નો ઉછાળો નોંધાયો છે. હવે સવાલ: શું ચાંદી ₹4 લાખ સુધી પહોંચશે? ચાંદીના ભાવમાં આવેલા આ જંગી ઉછાળાને જોતા બજારમાં એક મોટો પ્રશ્ન ઊભો થયો છે – શું આગામી થોડા દિવસોમાં ચાંદી ₹4 લાખ પ્રતિ કિલોગ્રામને વટાવી જશે? બજાર નિષ્ણાતો અનુસાર, હાલના વલણને જોતા તેનો જવાબ હા હોઈ શકે છે. ચાંદીના…

બુલિયન બજારમાં તેજીનો માહોલ : સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, રોકાણકારોમાં ખુશીનો માહોલ

દિલ્હી બુલિયન બજારમાં બે દિવસની મંદી બાદ બુધવારે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો નોંધાયો. રોકાણકારો અને વેપારીઓમાં ફરીથી ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા મુજબ, 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું ₹2,600 વધીને ₹1,24,400 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયું. તે જ રીતે, 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું ₹1,23,800 પ્રતિ 10 ગ્રામ થયું. મંગળવારે સોનાનો ભાવ ₹1,21,200 પ્રતિ 10 ગ્રામ હતો. ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો. ₹6,700ના વધારા સાથે ચાંદી ₹1,51,700 પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ, જ્યારે ગઈકાલે તે ₹1,45,000 પ્રતિ કિલો પર બંધ થઈ હતી. એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર કોમોડિટી એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું કે, “સોનાના ભાવમાં થયેલો આ તીવ્ર ઉછાળો યુએસ ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC) ની નીતિ બેઠક…