SBI ની ‘જાયન્ટ’ છલાંગ: TCS ને પછાડી ભારતની ચોથી સૌથી મોટી કંપની બની

ભારતીય શેરબજારમાં નવો ઇતિહાસ રચાયો છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), હવે માર્કેટ કેપના આધારે આઈટી દિગ્ગજ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ને પાછળ છોડીને ભારતની ચોથી સૌથી મોટી લિસ્ટેડ કંપની બની ગઈ છે. બુધવારે NSE પર SBI ના શેરમાં 3.23% નો ઉછાળો જોવા મળ્યો અને શેર ₹1,183 ની સપાટીએ બંધ થયો. આ તેજીને કારણે બેંકનું કુલ બજાર મૂલ્ય ₹15 લાખ કરોડ પાર કરી ગયું છે. લાંબા સમય બાદ કોઈ જાહેર ક્ષેત્રની સંસ્થાએ ખાનગી ક્ષેત્રની ટોચની આઈટી કંપનીઓને રેન્કિંગમાં પછાડી છે. SBI ની સફળતાના મુખ્ય કારણો – મજબૂત ત્રિમાસિક પરિણામો – લોન વૃદ્ધિમાં નોંધપાત્ર સુધારો – નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં વધારો – NPA (નબળી લોન) માં ઘટાડો, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો…

શેરબજારમાં મંગળવારે હલચલની શક્યતા: અદાણી એનર્જી, Paytm સહિતના સ્ટોક્સ રહેશે રાડાર પર

સોમવારે શેરબજાર બંધ થયા બાદ અનેક મોટી કંપનીઓએ એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો અને બિઝનેસ અપડેટ્સ જાહેર કર્યા છે. આ કારણે 23 ડિસેમ્બર, મંગળવારે બજાર ખુલતાની સાથે જ કેટલાક સ્ટોક્સમાં તેજી અથવા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. રોકાણકારો માટે આ શેરો પર ખાસ નજર રાખવી જરૂરી બની શકે છે. અદાણી એનર્જી સોલ્યુશન્સે માહિતી આપી છે કે તેની પેટાકંપની દ્વારા ‘ATSOL ગ્લોબલ IFSC લિમિટેડ’ નામની નવી કંપનીની સ્થાપના કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સોમવારે કંપનીનો શેર 2.18 ટકાના વધારા સાથે રૂ. 1,009.80 પર બંધ થયો હતો. કંપનીના વિસ્તરણના પગલાંને કારણે રોકાણકારોમાં સકારાત્મક ભાવના જોવા મળી રહી છે. ડિજિટલ પેમેન્ટ્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની Paytm એ પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કંપનીએ ઇન્ડોનેશિયા અને લક્ઝમબર્ગમાં બે નવી પેટાકંપનીઓ…