ખેડૂતોની વ્યથા જોઈ શંકરસિંહ વાઘેલા લાલઘૂમ: Gujaratમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરો… Agony 2026

અમરેલીમાં ખેડૂતોની વ્યથા નિહાળી શંકરસિંહ વાઘેલા થયા ભાવુક:Gujaratમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને રાહત આપવાની કરી માંગ અમરેલી: Gujaratના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અમરેલીની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પ્રસિદ્ધ ચલાલા સ્થિત દાન મહારાજની જગ્યાએ દર્શન કર્યા હતા. દાન મહારાજની જગ્યાના મહંત વલકુબાપુના ભાઈના અવસાન પ્રસંગે તેમણે પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. જોકે, અમરેલીથી ચલાલા જતાં માર્ગમાં ખેતરોમાં કપાસના પાકની સ્થિતિ નિહાળ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ ખેડૂતોની મુશ્કેલીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે રાજ્ય સરકારને તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવા અને ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય આપવા અપીલ કરી હતી. -> દાન મહારાજની જગ્યાએ દર્શન કરી શોકગ્રસ્ત પરિવારને સાંત્વના : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન ચલાલા ખાતે આવેલી પ્રસિદ્ધ દાન મહારાજની જગ્યાએ પહોંચ્યા હતા. અહીં…