નાસભાગ દુર્ઘટના બાદ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઇ

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં ૧૮ લોકોના મોત થયા બાદ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર સ્ટેશન પરિસરમાં સુરક્ષા દળોની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. મેટ્રોની સુરક્ષામાં રોકાયેલી CISF ની એક કંપનીને પણ રેલ્વેની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી છે. દિલ્હી પોલીસે, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP) સાથે મળીને સ્ટેશન પર ભીડને નિયંત્રિત કરવા માટે વધારાના કર્મચારીઓ તૈનાત કર્યા છે. રવિવારે સ્ટેશન પર ભારે ભીડ હતી અને હજારો મુસાફરોને ભારે ભીડ વચ્ચે ટ્રેનોમાં ચઢવા માટે મુશ્કેલી પડી રહી હતી. રવિવારે બપોરે ૧૨ વાગ્યે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ પણ નવી દિલ્હી સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે બેરિકેડ લગાવ્યા છે, પેટ્રોલિંગ…