ધ ડિપ્લોમેટ ટ્રેલર: જોન અબ્રાહમ ‘ભારતની દીકરી’ ને બચાવવાના મિશન પર નીકળ્યો, ‘ધ ડિપ્લોમેટ’ નું ટ્રેલર રિલીઝ
અભિનેતા જોન અબ્રાહમ આ વર્ષે ફરી એકવાર પડદા પર ચમકવા માટે તૈયાર છે. તેમની આગામી ફિલ્મ ‘ધ ડિપ્લોમેટ’ ખૂબ ચર્ચામાં છે અને તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. નિર્માતાઓએ શુક્રવારે ફિલ્મનું એક જબરદસ્ત ટીઝર રિલીઝ કર્યું, જેમાં જોન અને ફિલ્મના પાત્રોની ઝલક જોવા મળી. ‘ધ ડિપ્લોમેટ’ની વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે જેમાં જોન અબ્રાહમ ભારતીય રાજદ્વારી જેપી સિંહની ભૂમિકા ભજવતો જોવા મળે છે. -> જોન અબ્રાહમ ભારતીય રાજદ્વારી બન્યા :- ફિલ્મની વાર્તા એક મિશનની આસપાસ ફરે છે જ્યાં એક મુસ્લિમ મહિલા આશ્રયની શોધમાં પાકિસ્તાનથી ભારતીય દૂતાવાસ પહોંચે છે. ૨ મિનિટ ૪૮ સેકન્ડના ટ્રેલરની શરૂઆત ઉઝમા અહેમદ નામની એક મહિલાથી થાય છે, જે ગભરાઈને મદદ માંગવા માટે ભારતીય દૂતાવાસ પહોંચે છે. ભારતીય રાજદ્વારીની ભૂમિકા ભજવતો…







