લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ફરી ખતરો? આયુષ શર્માને મળ્યો ધમકીભર્યો મેઈલ
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના બનેવી આયુષ શર્માને ધમકીભર્યો ઈમેલ મળ્યો હોવાનો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ઈમેલ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મોકલાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. પ્રોટોન મેઈલ દ્વારા મોકલાયો ઈમેલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ બુધવારે માહિતી આપતાં જણાવ્યું હતું કે આયુષ શર્માને પ્રોટોન મેઈલ મારફતે ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. ઈમેલ મોકલનાર વ્યક્તિએ પોતે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો હોવાનો દાવો કર્યો હતો. ઈમેલમાં શું લખાયું હતું તે અંગે વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. રણવીર સિંહને પણ ધમકી આ ઘટના પહેલાં અભિનેતા રણવીર સિંહને પણ વોટ્સએપ પર ધમકીભર્યો વોઇસ મેસેજ મળ્યો હતો, જેમાં કરોડો રૂપિયાની માંગ કરવામાં આવી હતી. પોલીસ મુજબ…
“₹5 ના પાઉચમાં કેસર શક્ય નથી”- સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલાને કોર્ટની નોટિસ
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલા કંપની સામે કોટા ગ્રાહક સુરક્ષા અદાલતે ગેરમાર્ગે દોરનારી જાહેરાત અંગે નોટિસ ફટકારી છે. ફરિયાદમાં જણાવાયું છે કે કંપનીએ “અસલી કેસર” ધરાવતા પાન મસાલાના ₹5 ના પાઉચનો દાવો કર્યો હતો, જે શક્ય નથી. અદાલતે બંને પક્ષોને 27 નવેમ્બર 2025 સુધીમાં જવાબ આપવા કહ્યું છે. આ મામલો હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે. ફરિયાદનો મુદ્દો ફરિયાદ કોટાના વરિષ્ઠ ભાજપ નેતા અને રાજસ્થાન હાઈકોર્ટના વકીલ ઇન્દ્રમોહન સિંહ હની દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે,“અસલી કેસરની કિંમત પ્રતિ કિલોગ્રામ આશરે ₹4 લાખ છે. તેથી ₹5 ના પાઉચમાં અસલી કેસર હોવું શક્ય જ નથી. આ પ્રકારની જાહેરાતો ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી છે.” ફરિયાદમાં એ પણ દલીલ કરવામાં આવી કે…








