8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર, કેટલા કર્મચારીનો કેટલો વધશે પગાર?
કેન્દ્ર સરકાર દ્વારા નવા પગાર પંચની ભલામણોને મંજૂરી આપ્યા પછી ગ્રુપ A, B, C અને Dના કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. પેન્શનરોના પેન્શનમાં પણ સુધારો કરવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની ભલામણોના અમલની રાહ જોઈ રહ્યા છે. નવું પગાર ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હશે, જે વર્તમાન બેસિક સેલેરીને ગુણાકાર કરીને નવી બેસિક સેલેરી નક્કી કરે છે. ફિટમેન્ટ ફેક્ટર શું છે? ફિટમેન્ટ એ એક ગુણાંક છે, જેના આધારે વર્તમાન પગારને ગણતરી કરીને નવી પગારરકમ નક્કી થાય છે. ઉદાહરણ તરીકે, 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, જેના કારણે 6ઠ્ઠા પગાર પંચમાં 7,440 રૂપિયા નાં પગાર વધીને 18,000 રૂપિયા થઈ ગયો હતો. 8મા પગાર પંચના અંદાજિત પગાર વધારો: ફિટમેન્ટ ફેક્ટર 2.15 પર: – લેવલ 1 (ગ્રુપ D): 18,000 → 38,700 રૂપિયા – લેવલ 10 (ગ્રુપ A): 56,100 → 1,20,615 રૂપિયા – લેવલ 18 (સીનિયર ગ્રુપ A): 2,50,000 → 5,37,000 રૂપિયા ફિટમેન્ટ ફેક્ટર 2.57 પર: – લેવલ 1: 46,260 રૂપિયા – લેવલ 10: 1,44,177 રૂપિયા – લેવલ 18: 6,42,500 રૂપિયા પેરોલ સર્વિસ કંપની નેક્સડિગ્મના ડિરેક્ટર રામચંદ્રન કૃષ્ણમૂર્તિ અનુસાર, ફિટમેન્ટ ફેક્ટર 1.9 થી 2.5 સુધી હોઈ શકે છે અને તે તમામ કર્મચારીઓને સમાન રીતે લાગુ કરવામાં આવશે. આ પગાર સુધારા દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના જીવન સ્તર પર સકારાત્મક અસર થવાની અપેક્ષા છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
8માં પગાર પંચમાં DA, HRA અને TA બંધ થશે? કર્મચારીઓ માટે મહત્વનો અપડેટ બહાર આવ્યો
કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ (8th Pay Commission) માટે Terms of Reference (ToR) જાહેર કરી દીધા છે, જેને પગલે સ્પષ્ટ થઈ ગયું છે કે નવા પગાર પંચની સત્તાવાર રચના થઈ ગઈ છે. જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની કમિટી હવે 8મા પગાર પંચની ભલામણો તૈયાર કરશે. સરકાર દ્વારા કમિશનને 18 મહિનાની અવધિ આપવામાં આવી છે અને માનવામાં આવે છે કે 2027ના મધ્ય સુધી તેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપી દેવામાં આવશે. 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે? હાલ રિપોર્ટ 2027માં આવશે, પરંતુ સરકારના નિયમો મુજબ પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. એટલે કે નવો પગાર પછી લાગશે, પરંતુ બાકી રકમ 1 જાન્યુઆરી 2026થી ગણાશે. તેથી કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક લાભ પાછલા સમયથી મળશે. શું DA, HRA અને TA હવે બંધ થઈ જશે? કર્મચારીઓમાં સૌથી મોટી ચિંતા એ છે કે શું 8મા પગાર પંચ બાદ DA (મોંઘવારી ભથ્થું), HRA (હાઉસ રેન્ટ એલાઉન્સ) અને TA (મુસાફરી ભથ્થું) બંધ થઈ શકે છે? સરકારે એવો કોઈ સંકેત આપ્યો નથી કે DA, HRA કે TA બંધ થશે. – પગાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, – ભથ્થાઓને બંધ કરવાની કોઈ યોજના નથી – 8મું પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી 7મા પગાર પંચના નિયમો જ યથાવત્ રહેશે – દર 6 મહિને DAમાં વધારો ચાલુ રહેશે – અર્થાત કર્મચારીઓના ભથ્થા પર કોઈ અસર થવાની શક્યતા નથી. આગામી 18 મહિનામાં DA કેટલો વધે શકે? પેરોલ નિષ્ણાત રામચંદ્રન કૃષ્ણમૂર્તિ (Nexdigm) અનુસાર, 8મા પગાર પંચનો રિપોર્ટ તૈયાર થવામાં ઓછામાં ઓછા 18 મહિના લાગશે. આ દરમિયાન દર 6 મહિને DAમાં વધારો થતો રહેશે. એક અંદાજ અનુસાર (વાસ્તવિક વધારો CPI પર આધારિત): – વર્તમાન DA = 58% – 6 મહિનાં પછી → 61% – 12 મહિનાં પછી → 64% – 18 મહિનાં પછી → 67% આ માત્ર ઉદાહરણ માટેના આંકડા છે. CPI મુજબ વધઘટ થઈ શકે છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in








