IPL 2025: ધોની આજે રચશે ઇતિહાસ, IPLમાં ક્યારે પણ….
એમએસ ધોની ફરી એકવાર વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ એટલે કે આઈપીએલનું નેતૃત્વ કરતો જોવા મળશે. રૂતુરાજ ગાયકવાડના IPLમાંથી બહાર થયા બાદ CSK ટીમની કમાન ફરીથી ધોની પાસે ગઈ છે. જોકે આ સિઝનમાં ટીમનું પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી, પરંતુ એવી અપેક્ષા છે કે ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટીમ કમબેક કરશે. ધોનીએ અગાઉ 2023 ના IPL ફાઇનલમાં તેની ટીમ એટલે કે CSK ની કેપ્ટનશીપ કરી હતી. 2024 ના વર્ષની શરૂઆતમાં, ટીમની કમાન રુતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી હતી, પરંતુ હવે ધોની ફરીથી કેપ્ટન છે. IPLના ઇતિહાસમાં આ પહેલા ક્યારેય કોઈ અનકેપ્ડ ખેલાડી IPLનો કેપ્ટન બન્યો નથી, પરંતુ શુક્રવારે સાંજે જ્યારે એમએસ ધોની સાંજે 7 વાગ્યે ટોસ માટે મેદાનમાં ઉતરશે, ત્યારે આ પહેલી વાર બનશે. તેઓ KKR…







