રોહિત બન્યો 2024ની સર્વશ્રેષ્ઠ T20 ટીમનો કેપ્ટન, ચાર ભારતીયોમાં વિરાટ-SKYનું નામ નથી

શુક્રવારે સર્વશ્રેષ્ઠ ODI અને ટેસ્ટ ટીમ જાહેર કર્યા બાદ ICCએ પણ શનિવારે સર્વશ્રેષ્ઠ T20 ટીમની જાહેરાત કરી હતી. ICCએ 2024ની સર્વશ્રેષ્ઠ પુરૂષ ટીમમાં ચાર ભારતીયોનો સમાવેશ કર્યો છે, પરંતુ તેમાં ન તો વિરાટ કોહલીનું નામ છે અને ન તો વર્તમાન T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવનું નામ. આ બંને ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ હતા. આ સાથે જ ટીમની કમાન વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન રોહિત શર્માને સોંપવામાં આવી છે. રોહિત અને વિરાટે T20 વર્લ્ડ કપ 2024 પછી T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી હતી. આ સાથે જ મહિલા ટી20ની સર્વશ્રેષ્ઠ ટીમમાં ત્રણ ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્મૃતિ મંધાના, રિચા ઘોષ ઉપરાંત દીપ્તિ શર્માનું નામ છે. ભારતની ટીમમાં સૌથી વધુ ત્રણ ખેલાડી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાના બે ખેલાડીઓએ…