ટોલ ન ચુકવવાથી NOC, પરમિટ અને વાહન સેવાઓ રોકાશે: કેન્દ્ર સરકારનો કડક નિયમ
કેન્દ્ર સરકારએ રાષ્ટ્રીય રાજમાર્ગો પર ટોલ ચુકવણીને વધુ કડક બનાવવા માટે નવો નિયમ જાહેર કર્યો છે. મંગળવારે સેન્ટ્રલ મોટર વ્હીકલ (બીજો સુધારો) રુલ્સ, 2026 નોટિફાઇ કરવામાં આવ્યા, જેમાં 1989ના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. મુખ્ય ઉદ્દેશ્ય છે ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન મજબૂત બનાવવું, ટોલ ચોરી અટકાવવી અને બેરિયર-લેસ ટોલિંગને સરળતાથી અમલમાં લાવવી. “અનપેઇડ યુઝર ફી” શું છે? નવા નિયમો હેઠળ, અનપેઇડ યુઝર ફી એ તે ટોલ છે જે ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા નોંધવામાં આવે છે, પરંતુ ફાસ્ટેગ અથવા અન્ય ડિજિટલ પેમેન્ટ દ્વારા ચૂકવવામાં ન આવે. ટોલ બાકી રહે ત્યારે કઈ સેવાઓ રોકાઈ શકે છે? – નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) – બાકી ટોલ હોય તો NOC મળશે નહીં. – નેશનલ પરમિટ – કોમર્શિયલ વાહનો માટે નેશનલ પરમિટ…







