Video: રાજ કુન્દ્રાએ 3 વર્ષ પછી અશ્લીલ ફિલ્મ કેસ પર મૌન તોડ્યું, પત્ની શિલ્પા અને બાળકો માટે કહ્યું- ‘માફ કરો’

અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાના નામ લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલા છે. રાજ કુન્દ્રા અશ્લીલ ફિલ્મો અને કન્ટેન્ટ બનાવવાથી લઈને મની લોન્ડરિંગ સુધીના કેસોનો સામનો કરી રહ્યા છે. જેના કારણે આ મામલામાં શિલ્પા શેટ્ટીનું નામ પણ ખેંચાય છે, જેના પર રાજ કુન્દ્રાએ હવે વર્ષો પછી મૌન તોડ્યું છે. પોર્નોગ્રાફી કેસ અને આ વિવાદમાં જ્યારે તેની પત્નીનું નામ આવ્યું ત્યારે રાજે વર્ષો સુધી મૌન જાળવ્યું હતું, જેના પર હવે તેણે આખરે પ્રતિક્રિયા આપી છે. -> રાજ કુન્દ્રાએ પોર્નોગ્રાફી કેસ સાથે જોડાયેલા હોવાનો ઇનકાર કર્યો હતો :- આપેલા ઈન્ટરવ્યુમાં રાજ કુન્દ્રાએ વર્ષો પછી પોર્નોગ્રાફી મુદ્દે મૌન રહેવા પર કહ્યું – “ક્યારેક ચૂપ રહેવું સારું છે, પરંતુ જ્યારે પરિવાર અને પરિવારના સભ્યો આ મામલામાં સામેલ…