અમેરિકામાં ભારતીયો પર હિંસક હુમલાનો વધુ એક બનાવ, પંજાબી યુવક ગુરદીપ સિંહનું ગોળીબારમાં મોત
અમેરિકામાં ભારતીય મૂળના લોકો સાથે જોડાયેલી હિંસક ઘટનાઓ વચ્ચે ન્યૂયોર્કમાં વધુ એક ભારતીય યુવકના મોતનો બનાવ સામે આવ્યો છે. ન્યૂયોર્કના બ્રુકલિન વિસ્તારમાં 27 વર્ષીય ગુરદીપ સિંહનું ગોળી વાગવાથી મોત થયું છે. શરૂઆતના અહેવાલોમાં આ ઘટનાને લૂંટ સાથે જોડવામાં આવી હતી, પરંતુ સ્થાનિક પોલીસ અને અમેરિકન મીડિયા રિપોર્ટ્સ મુજબ કેસની તપાસ ચાલી રહી છે અને રોડ-રેજની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી. પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ ઈસ્ટ ન્યૂયોર્કના ક્રેસન્ટ સ્ટ્રીટ વિસ્તારમાં ગોળીબારની જાણ થઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ગુરદીપ સિંહને ગોળી વાગેલી હાલતમાં મળ્યા હતા. તેમને તાત્કાલિક વન બ્રુકલિન હેલ્થ-બ્રુકડેલ હોસ્પિટલ મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું…
ઇટાલી: માટેરામાં કાર-ટ્રક અકસ્માતમાં 4 ભારતીયોના કરુણ મૃત્યુ, દૂતાવાસ દ્વારા કરાયો શોક વ્યક્ત
દક્ષિણ ઇટાલીના માટેરા જિલ્લામાં એક ભયંકર માર્ગ અકસ્માતમાં ચાર ભારતીય નાગરિકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટના સ્કેન્ઝાનો જોનિકો મ્યુનિસિપાલિટી વિસ્તારમાં ઘટી હતી, જ્યાં એક કાર અને ટ્રક વચ્ચે સામસામે અથડામણ થતાં ઘટનાસ્થળે જ ચાર લોકોનાં કરુણ મોત નિપજ્યાં હતાં. મૃતકોની ઓળખ મૃતકોની ઓળખ મનોજ કુમાર (ઉમર 34), સુરજીત સિંહ (33), હરવિંદર સિંહ (31) અને જસકરણ સિંહ (20) તરીકે થઈ છે. ચારેય જણા પંજાબના વતની હોવાનું પ્રાથમિક સૂત્રોમાંથી જાણવા મળ્યું છે અને તેઓ ખેડૂતો તરીકે કામ કરતા હતા. ઘટનાની વિગતો ઇટાલીની સમાચાર એજન્સી ANSA અનુસાર, કારમાં સવાર તમામ ભારતીય નાગરિકો નજીકના ખેતીવાડી વિસ્તારમાંથી કામ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ટ્રક અને કાર વચ્ચે ગંભીર અથડામણ થતા કારમાં બેઠેલા તમામ લોકો ભારે અસરગ્રસ્ત…








