અમદાવાદમાં હુક્કાબાર સામે પોલીસની મોટી કાર્યવાહી: સંચાલક સહિત અનેકની અટકાયત

અમદાવાદ શહેરમાં ગેરકાયદે હુક્કાબાર સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સાબરમતી પોલીસે એસ.પી. રિંગ રોડ પર આવેલા એક કેફેમાં દરોડો પાડી ગેરકાયદે રીતે ચાલતા હુક્કાબારનો પર્દાફાશ કર્યો છે. કેફેની આડમાં ગ્રાહકોને હુક્કાની સુવિધા આપવામાં આવતી હતી અને હર્બલ ફ્લેવરના નામે નિકોટીન યુક્ત ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે. અમદાવાદ શહેરમાં પોલીસની કાર્યવાહી દરમિયાન હુક્કાબારના સંચાલક સહિત હુક્કાની મજા માણી રહેલા કેટલાક ગ્રાહકોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી હુક્કા અને અન્ય સામગ્રી કબજે કરીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળી હતી ચોક્કસ બાતમી અમદાવાદ શહેરમાં સાબરમતી પોલીસ સ્ટેશનનો સ્ટાફ રાત્રિના સમયે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એસ.પી.…

ભારે વરસાદ અને આકાશી વીજળીથી કેવી રીતે બચશો?, નિષ્ણાતોની મહત્વપૂર્ણ સલાહ

ગુજરાતમાં ચોમાસું જોર પકડી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ આકાશી વીજળીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં જાનમાલનું નુકસાન ટાળવા માટે સાવચેતી રાખવી અત્યંત જરૂરી બની જાય છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના નિષ્ણાતોએ નાગરિકો, ખેડૂતો અને પશુપાલકો માટે કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. સમયસર ચેતવણી અને યોગ્ય સાવચેતી અપનાવવામાં આવે તો મોટાભાગની દુર્ઘટનાઓને ટાળી શકાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે આકાશી વીજળી અને ભારે વરસાદ દરમિયાન સાવચેતી જ સૌથી મોટું રક્ષણ છે. ભારત સરકારની સત્તાવાર Damini App મોબાઇલમાં ડાઉનલોડ કરીને વીજળી અંગે અગાઉથી ચેતવણી મેળવી શકાય છે. ઉપરાંત કોઈપણ ઇમરજન્સીમાં 108 એમ્બ્યુલન્સ સેવા અને 1070 અથવા 1077 ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે. વરસાદમાં ઘરની અંદર હોવ…

અમરેલી : જાફરાબાદ દરિયામાં ઈજાગ્રસ્ત ખલાસીનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન, જાણો વિગત

અમરેલી જિલ્લામાં જાફરાબાદ બંદરથી આશરે 60 નોટિકલ માઇલ દૂર અરબી સમુદ્રમાં એક ખલાસી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હલચલ મચી ગઈ. કોસ્ટ ગાર્ડની સમયસરની કામગીરીને કારણે ખલાસીનો જીવ બચી ગયો. મળતી માહિતી અનુસાર, ‘મહેશ્વરી સાગર’ નામની માછીમારી બોટમાં કાર્યરત ખલાસી ભીખુ નારણભાઈ દરિયાની વચ્ચે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બોટ પરથી તાત્કાલિક મદદની માગણી થતાં જ ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ એક્શનમાં આવી હતી. કોસ્ટ ગાર્ડની ટીમે ઝડપી પ્રતિસાદ આપતાં 30 નોટિકલ માઇલના અંતરે પહોંચીને ખલાસીને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યો હતો. દરિયાની ઉગ્ર લહેરો અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે કોસ્ટ ગાર્ડના જવાનોની કુશળ કામગીરી પ્રશંસનીય રહી હતી. રેસ્ક્યૂ બાદ ઈજાગ્રસ્ત ખલાસીને તરત જ બોટમાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર આપવામાં આવી અને ત્યારબાદ દરિયા કિનારે ખસેડી વધુ સારવાર માટે હોસ્પિટલમાં લઈ…