ગુજરાત પોલીસ PSI ભરતી: 472 બિનહથિયારી પદો માટે 1023 ઉમેદવાર ક્વોલિફાય

ગુજરાત પોલીસ બિનહથિયારી PSI ભરતી 2024-25 અંતર્ગત 472 પદો માટે 1023 ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયા હોવાની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી છે. આ દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા ગાંધીનગર કરાઈ ખાતે આવેલી ગુજરાત પોલીસ અકાદમીમાં 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાશે. 1,02,935 ઉમેદવારોએ આપી હતી લેખિત પરીક્ષા આ ભરતી પ્રક્રિયામાં શારિરીક કસોટીમાં ક્વોલિફાય થયેલા કુલ 1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. ભરતી બોર્ડના નિયમ મુજબ પેપર-1માં 40 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર 49,591 ઉમેદવારોના પેપર-2ની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી પેપર-2માં 40 કે તેથી વધુ ગુણ મેળવનાર 8,679 ઉમેદવાર ક્વોલિફાય થયા હતા. ભરતી બોર્ડના નિયમ મુજબ 1023 ઉમેદવાર પસંદ ભરતી બોર્ડના નિયમ અનુસાર કુલ જગ્યાઓના આશરે બે ગણાં ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવે…

PSI–LRD શારીરિક કસોટી માટે 21 જાન્યુઆરીથી રાજ્યભરમાં શારીરિક પરીક્ષાનો પ્રારંભ

ગુજરાતમાં ખાખી પહેરવાનું સપનું જોતા લાખો યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) કેડરની સીધી ભરતી માટેની શારીરિક ક્ષમતા કસોટીની તારીખો જાહેર કરવામાં આવી છે. આગામી 21 જાન્યુઆરી 2026થી શારીરિક કસોટી શરૂ થશે, જ્યારે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા આજે 12 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં વર્ગ-3 સંવર્ગની કુલ 13,591 જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા યોજાઈ રહી છે. PSI અને LRD માટે અરજી કરનાર ઉમેદવારો હવે પોતાનું કોલ લેટર સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે. શારીરિક કસોટી પ્રથમ અને મહત્વપૂર્ણ તબક્કો ભરતી પ્રક્રિયાનો શારીરિક કસોટી તબક્કો અત્યંત મહત્વનો છે. દોડ સહિતના તમામ શારીરિક માપદંડોમાં પાસ થનાર…