gandhinagar : આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, ગ્રેડ પ્રે સહિતની માગ લઈને કરાયો વિરોધ
ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓએ પોતાની પડતર માંગને લઈને આજથી હડતાળની જાહેરાત કરી છે. રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘના જણાવ્યા મુજબ અનેક વખત સરકારને તેમના પ્રશ્નોને લઈને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં પરંતુ તેમની વારંવારની રજૂઆત બાદ પણ સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ના લેવાતા મહાસંઘ દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. આ પણ વાંચો :- gandhinagar : વિધાનસભા ખાતે હેલ્થ ચેકઅપનું આયોજન, આગામી 18-21 માર્ચે ધારાસભ્યો, કર્મચારીઓ અને પત્રકારોનું કરાશે ચેકઅપ આરોગ્યકર્મી મહાસંઘ જિલ્લા કક્ષાએ કલેક્ટર, DDOને આવેદનપત્ર આપશે. તેમજ 18 અને 19 માર્ચે સાંસદો અને ધારાસભ્યોને આવેદન પાઠવશે. આરોગ્ય કર્મચારીઓ પોતાના આવેદન પત્રમાં ગ્રેડ પે, ટેક્નિકલ ગ્રેડમાં સમાવેશ સહિતની માંગણીઓ મંજૂર કરવા સરકારને રજૂઆત કરી છે. રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ ઘણા સમયથી તેમના પ્રશ્નોનોનો ઉકેલ ના…
surat : સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્ન કલાકારો દ્વારા વિરોધ, તંત્રને આર્થિક મદદ કરવા કરાઈ માગ
B INDIA સુરત : સુરતનો હીરા ઉદ્યોગમાં મંદીનો હાલ સામનો કરી રહ્યો છે. જેના કારણે અનેક કારખાના બંધ થઈ ગયા છે. અને 17 લાખ રત્નકલાકારો સંકટનો સામનો કરી રહ્યા છે. ઘણા કારખાના ચાલુ છે તો પુરંતુ કામ આપતા નથી. તેવામાં હવે સુરતમાં રત્નકલાકરોએ હડતાળની ચિમકી ઉચ્ચારી છે. આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતમાં મધ્યાહન ભોજન કર્મીઓ આંદોલન પર ઉતશે, જાણો કારણ… સુરત મંદીનો માર હાલ જીલી રહ્યું છે. રત્નકલાકારો બેરોજગાર બનતાં તેમની હાલત કફોડી બની ગઈ છે. સરકાર સહાય કરે તેવી માગ ઉઠી છે. ત્યારે 50 વર્ષના ઈતિહાસની સૌથી મોટી મંદીના અલગ અલગ કારણો ઉદ્યોગકારો કહી રહ્યા છે. ત્યારે હવે મોટી સંખ્યામાં રત્ન કલાકારોએ સુરત જિલ્લા કલેકટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. હાથમાં પ્લે કાર્ડ…
Ahmedabad : અમદાવાદમાં રિક્ષાચાલકો આંદોલનનાં માર્ગે, રિક્ષા પર પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યો
અમદાવાદમાં રિક્ષાચાલકો આંદોલન પર ઉતર્યાં છે. રિક્ષા પર પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યો છે. જેમાં રિક્ષાચાલકોએ એપ્લિકેશનથી ચાલતા ખાનગી ટુ-વ્હીલરથી મુસાફરોને લઈ જવાનો વિરોધ કર્યો છે. રિક્ષાચાલકોની માંગ છે કે, સફેદ નંબર પ્લેટવાળા ટુ-વ્હીલર તાત્કાલિક બંધ કરવામાં આવે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા પોસ્ટર યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે. આ પણ વાંચો :- અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે દોડશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન, આજથી બુકિંગ થયું શરૂ રિક્ષાચાલકોને RTOની મિટિંગમાં યોગ્ય પ્રતિસાદ ન મળતા આજથી પોસ્ટર યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે. રિક્ષાચાલકોએ રિક્ષા ઉપર પોસ્ટર લગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનનું કહેવું છે કે, સફેદ નંબર પ્લેટવાલા ટુ-વ્હીલર બંધ કરવા માટે છેલ્લા બે વર્ષથી સતત રજૂઆત કરાઈ રહી છે. આવા વાહન ચાલુ રહેતા રિક્ષા ચાલકોની રોજીરોટી…









