🚗🏙️ “રિયલ એસ્ટેટ અને ઓટો સેક્ટર – વિકાસ સાથે રોકાણની નવી દિશા.”

રિયલ એસ્ટેટ અને ઓટો સેક્ટરમાં નવા રોકાણની તકો વધી રહી છે   ભારતીય અર્થવ્યવસ્થામાં તેજી સાથે અનેક ક્ષેત્રોમાં રોકાણની નવી તકો ઉભી થઈ રહી છે. ખાસ કરીને રિયલ એસ્ટેટ અને ઓટોમોબાઇલ (ઓટો) સેક્ટરમાં વધી રહેલી માંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને સરકારની વિવિધ પહેલોને કારણે રોકાણકારોનું ધ્યાન આ બંને ક્ષેત્રો તરફ કેન્દ્રિત થયું છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રહેણાંક, કોમર્શિયલ અને ઔદ્યોગિક પ્રોજેક્ટ્સમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સ્માર્ટ સિટીના વિકાસ, નવા હાઇવે, મેટ્રો પ્રોજેક્ટ્સ અને શહેરી વિસ્તારોમાં વધતી સુવિધાઓને કારણે મિલકતોની માંગમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ પરિબળો લાંબા ગાળાના રોકાણ માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે. બીજી તરફ ઓટો સેક્ટરમાં ઇલેક્ટ્રિક વાહનો (EV), નવી ટેક્નોલોજી, વધતી ગ્રાહક માંગ અને ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણને કારણે વિકાસની નવી સંભાવનાઓ…

ઇસ્લામ નહીં માનનારા મુસ્લિમો પર કયો કાયદો લાગુ કરી શકાય, સુપ્રીમનો કેન્દ્રને સવાલ

શું મુસ્લિમ પરિવારમાં જન્મેલા હોવા છતાં, નાસ્તિક વ્યક્તિ પર શરિયાને બદલે સામાન્ય નાગરિક કાયદા લાગુ કરી શકાય? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આ મહત્વપૂર્ણ પ્રશ્ન પર 4 અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું છે. કેરળની રહેવાસી સફિયા પીએમ નામની એક છોકરી દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે. તે કહે છે કે તેનો પરિવાર નાસ્તિક છે, પરંતુ શરિયાની જોગવાઈઓને કારણે, તેના પિતા ઇચ્છે તો પણ તેને તેની મિલકતના ત્રીજા ભાગથી વધુ આપી શકતા નથી. ભવિષ્યમાં બાકીની મિલકત પિતાના ભાઈઓના પરિવારો દ્વારા કબજે કરવામાં આવે તેવી શક્યતા છે.ગયા વર્ષે, સુપ્રીમ કોર્ટે આ પ્રશ્નને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો અને એટર્ની જનરલને તેમની મદદ માટે વકીલની નિમણૂક કરવા કહ્યું હતું. હવે સુપ્રીમ કોર્ટ મે મહિનાના બીજા અઠવાડિયામાં આ કેસની સુનાવણી કરશે. 24 ઓક્ટોબર 2024…

બોલીવુડના સૌથી ધનિક અભિનેતાઓમાંથી એક છે સૈફ અલી ખાન, જાણો છોટે નવાબ પાસે છે કેટલી સંપતિ

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયો છે. તેઓ હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. ઘરમાં ઘુસેલા ચોરોએ સૈફ પર હુમલો કર્યા બાદ હાલ સૈફ ખતરાની બહાર છે, પરંતુ આ ઘટના બાદ સૈફ સાથે જોડાયેલા સમાચારો ચર્ચામાં છે.. ચર્ચામાં એ સવાલ પણ છે કે સૈફ પાસે કુલ કેટલી સંપતિ છે. સૈફ બોલિવૂડનો ‘છોટે નવાબ’ છે. સૈફ અલી ખાન પટૌડી પરિવારના 10મા નવાબ છે. એટલા માટે તેમને બોલિવૂડમાં છોટે નવાબ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૯૭૦ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. સૈફે બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત યશ ચોપરાની ફિલ્મ ‘પરંપરા’થી કરી હતી. પરંતુ તેને તેની ખરી ઓળખ ‘યે દિલ્લગી’ અને ‘મૈં ખિલાડી તુ અનાડી’ ફિલ્મો પછી મળી. અત્યાર સુધી તેમણે ઘણી ઉત્તમ…