પ્રિયંકા ચોપરા અને લારા દત્તાનું વિમ્બલડન મિલન: બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ પ્રિયંકા ચોપરા અને લારા દત્તા વિમ્બલડન 2026 દરમિયાન લંડનમાં એકબીજાને મળ્યા હતા. ૨૬ વર્ષ જૂની મિત્રતાની આ ઝલક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. પ્રિયંકા અને લારાએ સોશિયલ મીડિયા પર સાથેની તસવીરો શેર કરીને જૂની યાદો તાજી કરી હતી.
વિમ્બલડનમાં ‘અંદાઝ’નું પુનરાગમન: પ્રિયંકા-લારાનું મિલન અને ૨૬ વર્ષની મિત્રતાની યાદો! લંડન: વિમ્બલડન 2026ના મેદાનમાં આજે બોલિવૂડની બે દિગ્ગજ અભિનેત્રીઓ અને પૂર્વ બ્યુટી ક્વીન્સ, પ્રિયંકા ચોપરા અને લારા દત્તાનું એક ખાસ પુનઃમિલન જોવા મળ્યું હતું. લંડનમાં ચાલી રહેલી આ પ્રતિષ્ઠિત ટેનિસ ચેમ્પિયનશિપ દરમિયાન બંને અભિનેત્રીઓ આકસ્મિક રીતે એકબીજાને મળી હતી અને આ ક્ષણે ચાહકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે. ૨૬ વર્ષનો અતૂટ સાથ: પ્રિયંકા અને લારાની મિત્રતા ૨૬ વર્ષ જૂની છે, જે તેમના પેજન્ટ દિવસો (મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ)થી શરૂ થઈ હતી. આ લાંબા સમયગાળાને યાદ કરતા લારા દત્તાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ખુશનુમા તસવીર શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું છે કે, “૨૬ વર્ષ પછી પણ, ખુશહાલ છોકરીઓ આજે પણ તેવી જ છે…” આ કેપ્શનની…







