પૃથ્વી શો-આકૃતિ અગ્રવાલની જોડી ફરી ચર્ચામાં, શું ખરેખર થયું પેચ-અપ?… 1
પૃથ્વી શો સાથે ફરી પેચ-અપ કરનાર આકૃતિ અગ્રવાલ કોણ છે? સગાઈ તૂટ્યા બાદ સંબંધને આપી બીજી તક, જાણો વર્કફ્રન્ટ મનોરંજન ડેસ્ક: ભારતીય ક્રિકેટર પૃથ્વી શો અને અભિનેત્રી-સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આકૃતિ અગ્રવાલ ફરી એકવાર ચર્ચામાં છે. સપ્ટેમ્બર 2026માં સગાઈ તૂટવાની જાહેરાત બાદ હવે બંનેએ પોતાના સંબંધને બીજી તક આપવાનો નિર્ણય લીધો છે. આકૃતિ અગ્રવાલે સોશિયલ મીડિયા પર નિવેદન આપીને સંબંધમાં આવેલા મતભેદો અંગે ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે નજીકના લોકોના અભિપ્રાયોથી પ્રભાવિત થઈને તેણે સગાઈ તોડવાનો નિર્ણય લીધો હતો. જોકે, હવે બંને વચ્ચે ખુલ્લા મનથી વાતચીત થઈ છે અને તેઓ ફરી સાથે આગળ વધવા તૈયાર થયા છે. આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર આકૃતિ અગ્રવાલ વિશે પણ લોકોની ઉત્સુકતા વધી છે. તે કોણ છે, કેવી…






