પીએમ મોદી આજે લખનૌમાં કરશે ‘રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું ઉદ્ઘાટન, અટલજીને જન્મજયંતિ પર અર્પણ કરશે શ્રદ્ધાંજલિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે. આ પ્રેરણા સ્થળ વસંત કુંજ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન  બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે  એક જાહેર સભાને સંબોધિત કરશે. આ રાષ્ટ્રીય સ્મારકનું નિર્માણ કેન્દ્ર સરકાર દ્વારા સ્વતંત્ર ભારતના મહાન નાયકોના વારસાને માન આપવા માટે કરવામાં આવ્યું હતું. લખનૌના વસંત કુંજ યોજનામાં રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ ખાતે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની કાંસ્ય પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. આ કાંસ્ય પ્રતિમાઓ, દરેક 65 ફૂટ ઊંચી છે, તેનું અનાવરણ પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. જનસંઘના સ્થાપક નેતાઓની કાંસ્ય પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવશે, સાથે તેમની યાદોને સાચવવા માટે સમર્પિત સંગ્રહાલય પણ…