અમેરિકન એરલાઇન્સ પર શિયાળાના તોફાનનો પ્રકોપ: ₹1,600 કરોડથી વધુનું નુકસાન, છતાં શેરબજારમાં ઉછાળો
અમેરિકન એરલાઇન્સ (American Airlines) હાલમાં ભીષણ શિયાળાના તોફાન અને આર્થિક પડકારના વચ્ચે લડી રહી છે. તોફાનને કારણે કંપનીને આશરે 150-200 મિલિયન ડોલર (₹1,200-1,600 કરોડ)નું નુકસાન થવાની ભીતિ છે. બરફના પ્રકોપના કારણે અત્યાર સુધી 9,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી છે, જે કંપનીના ઇતિહાસમાં હવામાન સંબંધિત સૌથી મોટો અવરોધ છે. તોફાનના આંચકા છતાં, શેરબજારમાં કંપનીના શેરમાં 3%થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. તેના પાછળનું મુખ્ય કારણ કંપની દ્વારા 2026 માટે નફાની આશાવાદી આગાહી છે. એરલાઇન્સે જણાવ્યું છે કે સામાન્ય મુસાફરો ખર્ચમાં કાપ મૂકી રહ્યા છે, પરંતુ ધનિક ગ્રાહકો (પ્રીમિયમ અને કોર્પોરેટ મુસાફરો) હાઈ-માર્જિન સેવાઓ માટે વધુ ખર્ચ કરવા તૈયાર છે. લાંબા સમય બાદ કોર્પોરેટ ટ્રાવેલમાં પણ મજબૂત રિકવરી જોવા મળી છે. કંપનીએ 2026 માટે પ્રતિ શેર…
રેલવેની નવી ક્રાંતિ: વંદે ભારત સ્લીપરમાં નહીં રહે VIP ક્વોટા, દરેક મુસાફરને મળશે કન્ફર્મ બર્થ
ભારત રેલવે મુસાફરીને વધુ આરામદાયક અને પારદર્શક બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું લઈને આવી છે. હવે વંદે ભારત સ્લીપર ટ્રેનમાં કોઈ પણ VIP ક્વોટા, ઈમરજન્સી ક્વોટા અથવા વરિષ્ઠ અધિકારીઓ માટેની ખાસ પરવાનગી નહીં હશે. માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો જ આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. ટ્રેનની વિશેષતાઓ વંદે ભારત સ્લીપર ટ્રેન ગુવાહાટી અને કોલકાતા વચ્ચે દોડશે. ટ્રેનમાં કુલ 16 કોચ અને 823 મુસાફરોની ક્ષમતા. દરેક મુસાફરને સંપૂર્ણ બર્થ ફાળવવામાં આવશે; RAC સિસ્ટમ નહીં. પ્રીમિયમ ક્વોલિટીના ગાદલા, ચાદર અને બ્લેન્કેટ કવર પૂરા પ્રમાણમાં ઉપલબ્ધ. પ્રાદેશિક સ્વાદ ધરાવતું ભોજન ભાડામાં સામેલ. ભાડાની વિગત (ગુરુવારથી ટ્રેન): AC 3-Tier: ₹2,300 AC 2-Tier: ₹3,000 AC First Class: ₹3,600 નોંધ: ભાડામાં ભોજનનો ખર્ચ સામેલ છે અને કોઈ ડાયનેમિક ફેર લાગુ નહીં પડશે.…








