Rajkot : માયાભાઈ આહીરનાં સ્વામિનારાયણ સંપ્રદાય પર પ્રહાર, કહ્યું-“દ્વારિકાધીશથી મોટું કોઈ નથી”

સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી દ્વારા ભગવાન દ્વારકાધીશ વિશે કરવામાં આવેલી કથિત ટિપ્પણીને લઈને ભારે વિવાદ સર્જાયો છે. આ નિવેદનથી ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને આહિર સમાજે આ મુદ્દે સખત વિરોધ નોંધાવ્યો હતો. આજે લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીરે પણ પ્રતિક્રિયા આપી છે. આ પણ વાંચો :- Narmada : આવતીકાલથી નર્મદા પરિક્રમાની શરુઆત, તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ દ્વારિકાધીશથી મોટું કોઈ નથી: માયાભાઈ આહીર :- દ્વારકાધીશ પર સ્વામિનારાયણ સંપ્રદાયની ટીપ્પણીને લઈને લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીરે કહ્યું કે, દ્વારિકાધીશથી મોટું કોઈ નથી મહાદેવ મહાદેવથી મોટું કોઈ નથી. કૃષ્ણમ વંદે જગત ગુરુ અમથું નથી કહેવાયું. સ્વામિનારાય સંપ્રદાયને અપીલ કરી કે સનાતન ધર્મને નિશાન બનાવ્યા વગર તમારી ગાડી હંકારો. સ્વામિનારાયણ સંપ્રદાય છેલ્લા ઘણા સમયથી સનાતન ધર્મને નિશાન…