ગુજરાત પોલીસ બેડામાં નવા વર્ષની મોટી ભેટ: 14 આઈપીએસ અધિકારીઓને બઢતી, 3 બન્યા DGP

નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે જ ગુજરાત સરકારે પોલીસ પ્રશાસનમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા 14 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને બઢતી આપી છે. રાજ્યપાલના આદેશ મુજબ ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર દ્વારા આ અંગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. અધિકારીઓને તેમની સિનિયોરિટી અને કામગીરીના આધારે ઉચ્ચ પદો પર બઢતી આપવામાં આવી છે. ત્રણ અધિકારીઓ DGP ગ્રેડમાં બઢતી 1996 બેચના ત્રણ સિનિયર અધિકારીઓને એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADGP)માંથી પ્રમોશન આપી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. – નરસિમ્હા એન. કોમર: વડોદરા શહેરના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા કોમરને DGP ગ્રેડમાં બઢતી સાથે એ જ પદ પર યથાવત રાખવામાં આવ્યા છે. – ડૉ. પ્રફુલ્લા કુમાર રોશન: રાજકોટ આર્મ્ડ યુનિટના ADGPને હવે DGP (આર્મ્ડ યુનિટ) બનાવવામાં આવ્યા છે.…

રાજ્ય પોલીસમાં બઢતી પ્રક્રિયા શરૂ, 119 PIને ડીવાયએસપી બનાવવા તૈયારી

રાજ્ય પોલીસ દળમાં બઢતીને લઈને મહત્વની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વર્ગ-2ના પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી)ને વર્ગ-1ના ડીવાયએસપી તરીકે બઢતી આપવા માટે પસંદગી યાદી તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત કુલ 119 PI અધિકારીઓની ખાતાકીય તપાસ, શિસ્ત સંબંધિત વિગતો અને શૈક્ષણિક માહિતી મંગાવવામાં આવી છે. કોર્ટ કેસ અને વિજિલન્સ તપાસની માહિતી એકત્ર બઢતી પ્રક્રિયામાં પારદર્શકતા અને યોગ્યતા સુનિશ્ચિત કરવા માટે સંભવિત બઢતીપાત્ર અધિકારીઓ સામે ચાલી રહેલી અથવા પૂર્ણ થયેલી કોર્ટ કેસ, વિજિલન્સ તપાસ તેમજ શિસ્તભંગ સંબંધિત કાર્યવાહી અંગેની વિગતવાર માહિતી સંબંધિત વિભાગોથી માંગવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અધિકારીઓની સેવા નોંધ, વર્તણૂક અને શિસ્તને આધારે બઢતી અંગે નિર્ણય લેવામાં આવશે. જો કોઈ અધિકારી સામે ગંભીર પ્રકારની તપાસ અથવા કેસ ચાલુ હોવાનું સામે આવશે…

Gujarat: પોલીસ વિભાગમાં મોટા પાયે બઢતી અને બદલી, જુનિયર ક્લાર્કને સુપર ક્લાસ-3માં પ્રમોશન

ગુજરાત પોલીસ વિભાગમાં બદલી અને બઢતીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. આઈપીએસ, પીએસઆઈ, પીઆઈ અને કોન્સ્ટેબલ બાદ હવે રાજ્ય પોલીસ દળના વર્ગ-3 કર્મચારીઓ માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે જુનિયર ક્લાર્કોને સુપર ક્લાસ-3 પદ પર બઢતી આપી છે અને સાથે સાથે તેમની બદલી પણ અમલમાં મૂકી છે. 111 જેટલા જુનિયર ક્લાર્કને બઢતી અને બદલી આ પગલાં હેઠળ કુલ 111 જુનિયર ક્લાર્કોને પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમને હવે પે મેટ્રિક્સમાં લેવલ-4 મુજબનો પે ગ્રેડ મળશે, જે સાતમા પગાર પંચ અનુસાર નિયમિત પગાર અને લાભો સાથે જોડાયેલ છે. અધિકારીઓ અને સ્ટાફમાં આનંદનો માહોલ પદો અને પગારમાં આ ઐતિહાસિક સુધારાથી ઘણા કર્મચારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ઘણા વખતથી અટકેલી બઢતી પ્રક્રિયાને ફરી ગતિ મળતાં કર્મચારીઓએ સરકારના…