ભાવનગરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ, 2 આરોપી ધરપકડ,1 ફરાર
B INDIA ભાવનગર : ભાવનગરમાં નરાધમોએ સગીરા સામે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. બગદાણામાં 3 નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ છે. એકલતાનો લાભ લઈ 3 મહિના સુધી દુષ્કર્મ કર્યુ હોવાની વાત સામે આવી છે.ત્યારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે જયારે એક આરોપી ફરાર થયો છે. ત્યારે તેને શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, પોલીસ આ બાબતે ફરિયાદ પણ લેતી ન હતી અને ફરિયાદીને સાંભળતી પણ ન હોવાની વાત સામે આવી હતી. જયારે પરિવાર દ્વારા આ સમગ્ર ઘટનાને લઈ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને રજૂઆત કરી હતી. અને કમિટીએ પોલીસને રજૂઆત કરી ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધી હતી. આ સમગ્ર ઘટનાને લઈ બગદાણા પોલીસે એક આરોપીની શોધખોળ અને બે આરોપીને જેલ હવાલે કર્યા છે.…







