દહેજમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનો પર્દાફાશ, પોલીસે એકની ધરપકડ કરી

B INDIA દહેજ : ભરૂચના દહેજમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનો પર્દાફાશ થયો છે. દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટીનમ કોમ્પ્લેક્ષમાં હની સ્પાના ઓથા હેઠળ ચાલતા દેહ વેપારને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યું હતું. સાથે જ પોલીસે એક ઈસમને ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, રંગ પ્લેટીનમ કોમ્પ્લેક્ષમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ એ ડિવિઝન પોલીસે કર્યો છે.એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં 11 અરજી આવી હતી. જેમાં જણાવ્યા અનુસાર, ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટીનમ કોમ્પ્લેક્ષમાં હની સ્પાના ઓથા હેઠળ કૂટણખાનું ચાલી રહ્યું છે.જે અરજીઓને લઇ પોલીસ સબ ઇન્સપેક્ટર એ.વી.શિયાળિયા સહિત સ્ટાફ દ્વારા એક ખાનગી વ્યક્તિને બોલાવી ડમી ગ્રાહક તરીકે તૈયાર કરાયો હતો. દેહ વ્યાપરના ધંધા સાથે સંકળાયેલ ૩ યુવતિઓ તથા દેહ વ્યાપારનો ધંધો ચલાવતા અલ્તાફ હમીદખાન અલીને ઝડપી…