2026 : ઐતિહાસિક પાવાગઢનો નવો અધ્યાય: મલ્ટીલેવલ પાર્કિંગથી લઈને થીમ પાર્ક સુધીની સુવિધાઓનો ધમધમાટ
પાવાગઢ યાત્રાધામ હવે બનશે હેરિટેજ-ટુરિઝમનું હબ : ગુજરાત સરકાર રાજ્યના વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોના સંરક્ષણ અને આધુનિક વિકાસ માટે સતત કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ ભી, વિરાસત ભીના વિઝનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પાવાગઢ મહાકાળી ધામને વૈશ્વિક કક્ષાનું યાત્રાધામ બનાવવા માટે રૂ. 359 કરોડના મેગા માસ્ટર પ્લાન હેઠળ વિકાસકાર્યો ઝડપભેર ચાલી રહ્યા છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખાતા ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની સાથે તેની ઐતિહાસિક ઓળખ જાળવી રાખવાનો રાજ્ય સરકારનો પ્રયાસ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વિકાસથી માત્ર શ્રદ્ધાળુઓને જ નહીં પરંતુ પર્યટન, રોજગાર અને સ્થાનિક અર્થતંત્રને પણ નવી દિશા મળશે. પાવાગઢ પર વિકાસની નવી પતાકા ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા ચાર તબક્કાના મેગા માસ્ટર પ્લાન…







