કેન્દ્ર સરકારે બજેટ સત્ર પહેલા 27 જાન્યુઆરીએ તમામ રાજકીય પક્ષોની બોલાવી બેઠક, જાણો વિગત
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આગામી બજેટ સત્ર પહેલા 27 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોના ફ્લોર લીડર્સની સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક સંસદના મુખ્ય સમિતિ ખંડમાં યોજાશે. સરકાર આગામી સત્રમાં ગૃહો સમક્ષ આવનારા મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દાઓ અને કાયદાકીય કાર્યો પર ચર્ચા કરશે. બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી વિરામ સાથે ચાલુ રહેશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 28 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે બીજો તબક્કો 9 માર્ચથી 2 એપ્રિલ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન કુલ 30 બેઠકો થવાની ધારણા છે. કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. સત્રની શરૂઆત ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા લોકસભા અને રાજ્યસભાના સભ્યોને સંબોધન…







