પાકિસ્તાને એક તરફ યુદ્ધવિરામ લંબાવ્યું, બીજી તરફ અફઘાનિસ્તાન પર કર્યો હવાઈ હુમલો
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ફરી એક વખત ચરમસીમા પર પહોંચી ગયો છે. એક તરફ બંને દેશો શુક્રવારે 48 કલાકના યુદ્ધવિરામ માટે સંમત થયા હતા, તો બીજી તરફ કેટલાક કલાકોમાં જ પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલો કર્યો હોવાનો દાવો થયો છે. તાલિબાનનો આરોપ: અફઘાનિસ્તાની તાલિબાન સરકારના દાવા અનુસાર, પાકિસ્તાને ડ્યુરન્ડ રેખા નજીક પક્તિકા જિલ્લાના અર્ગુન અને બર્મલ વિસ્તારોમાં રહેણાંક વિસ્તારો પર હુમલાઓ કર્યા છે. જોકે, અત્યાર સુધી આ હુમલાઓમાં જીવહાનીની પુષ્ટિ થતી નથી. યુદ્ધવિરામ છતાં હુમલાઓ: 15 ઓક્ટોબરે બંને દેશોએ ભીષણ અથડામણ પછી કામચલાઉ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. આ અથડામણમાં તાલિબાનના દાવા મુજબ પાકિસ્તાની સેના દ્વારા 20 લડવૈયાઓનો ઠાર મારાયો, જ્યારે તેઓએ 58 પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યાનો દાવો કર્યો છે. દોહામાં શાંતિ વાટાઘાટોની તૈયારી: આ…







