ભારતે પાકિસ્તાને આપ્યો મોટો ફટકો, હવે આ સેવા પર લગાવ્યો પ્રતિબંધ

એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા, ભારત સરકારે પાકિસ્તાનથી આવતી તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓના વિનિમયને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધો છે. આ નિર્ણય હવાઈ અને જમીન બંને માર્ગો માટે લાગુ પડશે. ભારતે આજે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મોટા નિર્ણયો લીધા છે, જેમાં તમામ પ્રકારની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ અને ભારતીય બંદરોમાં પાકિસ્તાની ધ્વજવાળા જહાજોના પ્રવેશ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. હવે પોસ્ટ વિભાગ દ્વારા જારી કરાયેલી જાહેર નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “ભારત સરકારે પાકિસ્તાનથી હવાઈ અને જમીન માર્ગો દ્વારા મળતી તમામ ટપાલ અને પાર્સલની અવરજવર સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.” પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક પગલાં ભરી રહ્યું છે. પોસ્ટ અને પાર્સલ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય પણ આ જ કાર્યવાહીનો…