ભારતે પાકિસ્તાને આપ્યો મોટો ફટકો, હવે આ સેવા પર લગાવ્યો પ્રતિબંધ

એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા, ભારત સરકારે પાકિસ્તાનથી આવતી તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓના વિનિમયને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધો છે. આ નિર્ણય હવાઈ અને જમીન બંને માર્ગો માટે લાગુ પડશે. ભારતે આજે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મોટા નિર્ણયો લીધા છે, જેમાં તમામ પ્રકારની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ અને ભારતીય બંદરોમાં પાકિસ્તાની ધ્વજવાળા જહાજોના પ્રવેશ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. હવે પોસ્ટ વિભાગ દ્વારા જારી કરાયેલી જાહેર નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “ભારત સરકારે પાકિસ્તાનથી હવાઈ અને જમીન માર્ગો દ્વારા મળતી તમામ ટપાલ અને પાર્સલની અવરજવર સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.”

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક પગલાં ભરી રહ્યું છે. પોસ્ટ અને પાર્સલ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય પણ આ જ કાર્યવાહીનો મહત્વનો ભાગ છે. આ આતંકવાદી હુમલામાં 26 લોકો લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા જૂથ, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી. ફેબ્રુઆરી 2019 માં પુલવામા હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ સૌથી મોટો આતંકવાદી હુમલો હતો.

ભારતે પાકિસ્તાન પર લીધા આ પગલાં
આ પહેલા, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, સુરક્ષા પર કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આમાં, 1960 ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી હતી. આ સાથે ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ અટારી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી હતી. આ ઉપરાંત, પાકિસ્તાની નાગરિકોને સાર્ક વિઝા મુક્તિ યોજના હેઠળ ભારતની મુસાફરી કરવાની મંજૂરી આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Ahmedabad Iskcon Sanand Elevated Flyover Budget 2026: ઇસ્કોન જંક્શનથી સાણંદ ફ્લાયઓવર સુધી સીધો શૂટઆઉટ.. TRAFFIC RELIEF..

Ahmedabadને ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મોટી રાહત, અમિત શાહે ઇસ્કોન-સાણંદ 6-લેન એલિવેટેડ કોરિડોરનું કર્યું લોકાર્પણ ₹464 કરોડના ખર્ચે તૈયાર થયો 4.03 કિલોમીટર લાંબો અને 26.8 મીટર પહોળો એલિવેટેડ કોરિડોર; સરખેજ-ગાંધીનગર હાઇવે પર મુસાફરી બનશે વધુ સરળ અને સુરક્ષિત ઇસ્કોન જંક્શનથી સાણંદ ફ્લાયઓવર સુધીનું જોડાણ હવે વધુ સુગમ બનશે; સમય અને ઇંધણની બચત સાથે વાહનચાલકોને ટ્રાફિક જામથી રાહત મળવાની આશા Ahmedabad: ગુજરાતના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં સામેલ Ahmedabadમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા અને શહેરી પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદમાં ઇસ્કોન જંક્શનથી સાણંદ ફ્લાયઓવર સુધીના નવનિર્મિત ઇસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કર્યું હતું. અંદાજિત 464 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ 6-લેન એલિવેટેડ કોરિડોર…

Mahisagar Nani Sarasan Girls Unique Diwali Initiative 2026: સંસ્કૃતિનું જતન અને આધુનિક શિક્ષણનો અદ્ભુત સંગમ..

Diwali મહીસાગરના નાની સરસણમાં ગામની દીકરીઓની અનોખી પહેલ, રંગોળી અને દીપોત્સવથી પ્રસરાવી સંસ્કૃતિની મહેક Diwaliના પર્વે કિશોરીઓ અને દીકરીઓએ એકત્ર થઈ રંગોળી બનાવવાનું આયોજન કર્યું; નવલા વર્ષે સ્વામિનારાયણ મંદિરે સમસ્ત ગ્રામજનોના સામૂહિક મિલનનો નિર્ણય અંતાક્ષરી સાથે અભ્યાસ અને કારકિર્દી અંગે ચર્ચા, MBA, MBBS, નર્સિંગ અને સાયન્સમાં અભ્યાસ કરતી દીકરીઓએ અનુભવો વહેંચ્યા; વડીલ મનુદાદાએ સનાતન સંસ્કૃતિ અને Diwaliના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપ્યું મહીસાગર/સંતરામપુર: Diwali એટલે પ્રકાશ, આનંદ, ઉત્સાહ અને નવી આશાઓનો પર્વ. આ તહેવાર માત્ર ઘરોને દીવાઓથી રોશન કરવાનો અવસર નથી, પરંતુ પરિવાર, સમાજ અને ગામના લોકો વચ્ચે પ્રેમ, એકતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પણ પ્રસંગ છે. ત્યારે મહીસાગર જિલ્લાના નાની સરસણ ગામે દિવાળીના પર્વ નિમિત્તે ગામની દીકરીઓ અને કિશોરીઓએ એક અનોખી પહેલ કરીને ભારતીય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *