NEET મુદ્દે સંસદમાં ઘમાસાણ: કિરેન રિજિજુનો વિપક્ષ પર ગંભીર આક્ષેપ, અમિત શાહ ચર્ચા માટે તૈયાર
NEET પરીક્ષા સાથે જોડાયેલા વિવાદ, કથિત પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસની કાર્યવાહી જેવા મુદ્દાઓને લઈને સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચેનો ટકરાવ યથાવત્ છે. વિપક્ષ આ મુદ્દે કેન્દ્ર સરકાર પાસેથી જવાબની માંગ કરી રહ્યો છે, જ્યારે સરકારનું કહેવું છે કે તે સંસદમાં આ મુદ્દે ખુલ્લી અને વિસ્તૃત ચર્ચા માટે તૈયાર છે. આ દરમિયાન સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષ પર ચર્ચાથી દૂર ભાગવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે પોતાના લાંબા રાજકીય જીવનમાં તેમણે આવી સ્થિતિ પહેલીવાર જોઈ છે, જેમાં સરકાર પોતે ચર્ચા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષ ચર્ચા કરવા તૈયાર નથી. ‘હું ખૂબ નિરાશ છું’ સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષના વલણ પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે સરકાર NEET પરીક્ષા…
બાંગ્લાદેશે ભારતીયો માટે વિઝા સેવાઓ પુનઃસ્થાપિત કરી, તારિક રહેમાનના આગમન બાદ સુધારા થયા
બાંગ્લાદેશના નવા વડા પ્રધાન તરીકે રહેમાન ના સત્તામાં આવતાની સાથે જ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવગ્રસ્ત સંબંધોમાં સુધારા માટે પહેલ થઈ છે. શુક્રવારે નવી દિલ્હીમાં બાંગ્લાદેશ હાઇ કમિશને ભારતીય નાગરિકો માટે તમામ વિઝા સેવાઓ ફરી શરૂ કરી, ડિસેમ્બર 2025 થી લાગૂ થયેલા પ્રતિબંધને હટાવી દીધું. કોન્સ્યુલર સેવાઓ ફરી શરૂ – બાંગ્લાદેશ હાઇ કમિશન શુક્રવારે સવારે થી તમામ વિઝા સેવાઓ પુનઃસ્થાપિત. – હવે પ્રવાસી, મેડિકલ, વ્યવસાય અને કાર્ય વિઝા સહિત તમામ કેટેગરીઝ ઉપલબ્ધ. – BNP નેતૃત્વ હેઠળ તાજેતરના પગલાં સાથે ભારત સાથે સંબંધોને ઝડપથી સામાન્ય કરવા માટે ઇચ્છા દર્શાવવામાં આવી. ભારત તરફથી સકારાત્મક સંકેતો ભારતીય વરિષ્ઠ કોન્સ્યુલર અધિકારી અનિરુદ્ધ દાસએ જણાવ્યું કે ભારત પણ ટૂંક સમયમાં બાંગ્લાદેશી નાગરિકો માટે તમામ વિઝા સેવાઓ પુનઃસ્થાપિત કરશે. ડિસેમ્બરમાં થયેલા વિરોધ…
‘રાહુલ ગાંધીને ઘરમાં ઘુસીને ગોળી મારી દેશું’ – ધમકી આપનારની રાજસ્થાનથી ધરપકડ
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત 25 કોંગ્રેસ સાંસદોને ઘરમાં ઘુસીને ગોળી મારી દેવાની ધમકી આપનાર એક વ્યક્તિની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ કોટા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આરોપીનું નામ રાજ સિંહ અમેરા હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં તે પોતાને કરણી સેના અને Bharatiya Janata Party (ભાજપ) કાર્યકર તરીકે રજૂ કરે છે અને કોંગ્રેસ સાંસદો તથા રાહુલ ગાંધી સામે ઉશ્કેરણીજનક ભાષા વાપરે છે. ધમકીમાં શું કહ્યું? વાયરલ વીડિયોમાં રાજ સિંહ અમેરિકાએ આરોપ મૂક્યો કે કોંગ્રેસના સાંસદોએ લોકસભા અધ્યક્ષ Om Birlaનું અપમાન કર્યું હતું. તેણે કહ્યું કે જો આવી ઘટના ફરી બનશે તો તેઓ સાંસદોના ઘરમાં ઘુસીને હુમલો કરશે. વીડિયોમાં તેણે રાહુલ ગાંધીને સીધી ગોળી મારી દેવાની ધમકી…
તારિક રહેમાન બનશે બાંગ્લાદેશના નવા પ્રધાનમંત્રી, મોહમ્મદ યુનુસે શપથ પહેલા રાજીનામું આપ્યું
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે નવી સરકાર સત્તા સંભાળે તે પહેલાં રાજીનામું આપી દીધું છે. યુનસે મુખ્ય સલાહકાર તરીકે સેવા આપી હતી અને વિદાય સંબોધનમાં આ જાહેરાત કરી. મંગળવાર બાંગ્લાદેશ માટે એક મહત્વપૂર્ણ દિવસ છે, જ્યારે બીએનપી પ્રમુખ તારિક રહેમાન વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન સાંજે 4 વાગ્યે શપથ ગ્રહણ કરાવશે. ભારતીય પ્રતીનિધિ તરીકે ઓમ બિરલા શપથ સમારોહમાં ભાગ લેશે. બાંગ્લાદેશની 13મી સંસદીય ચૂંટણીમાં વિજયી થયા બાદ, બીએનપીના અધ્યક્ષ તારિક રહેમાન મંગળવારે નવા વડા પ્રધાન તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ પરંપરાગત બંગભવનની જગ્યાએ રાષ્ટ્રીય સંસદના દક્ષિણ પ્લાઝા ખાતે યોજાશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
લોકસભાના બજેટ સત્રનો બીજો તબક્કો પૂરો થયો, વકફ સુધારા બિલ સહિત 16 બિલોને મંજૂરી મળી
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ શુક્રવારે બજેટ સત્રની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી. તેમણે કહ્યું કે આ સત્ર દરમિયાન કુલ 16 બિલ પસાર કરવામાં આવ્યા હતા, જેમાં વકફ સુધારા બિલ 2025નો સમાવેશ થાય છે. ઓમ બિરલાએ શોરબકોર અને સૂત્રોચ્ચાર વચ્ચે ગૃહની ઉત્પાદકતા વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે સત્ર દરમિયાન કુલ 26 બેઠકો યોજાઈ હતી અને સત્રની ઉત્પાદકતા 118 ટકા રહી હતી. મહત્વપૂર્ણ ચર્ચાઓ અને સત્રમાં ભાગીદારી :લોકસભા અધ્યક્ષે એ પણ ઉલ્લેખ કર્યો કે આ સત્રમાં 173 સભ્યોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય બજેટ પરની ચર્ચામાં 169 સભ્યો પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે સત્ર દરમિયાન 10 સરકારી બિલો રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે ઝીરો…












