બાંગ્લાદેશ ચૂંટણી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BNP ચીફ તારિક રહેમાનને ફોન કરી પાઠવ્યા અભિનંદન

બાંગ્લાદેશમાં યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીમાં Bangladesh Nationalist Party (BNP) એ ભવ્ય વિજય મેળવ્યા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ફેબ્રુઆરીએ BNP ચીફ તારિક રહેમાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાને ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા અને બાંગ્લાદેશની જનતાની આશાઓ પૂર્ણ કરવામાં ભારત તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. વડાપ્રધાન મોદીની શુભેચ્છા વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, તારિક રહેમાન સાથે વાતચીત કરીને તેમને આનંદ થયો અને બાંગ્લાદેશની જનતાના વિશ્વાસ માટે તેમને અભિનંદન પાઠવ્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને બાંગ્લાદેશ ઊંડા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોથી જોડાયેલા છે અને બંને દેશો વચ્ચેની ભાગીદારી શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિના નવા અધ્યાય લખશે. મોદીએ વધુમાં ઉમેર્યું કે ભારત લોકશાહી, સર્વસમાવેશક અને વિકાસમુખી બાંગ્લાદેશના સમર્થનમાં અડગ રહેશે.…

બાંગ્લાદેશમાં ‘હસીના યુગ’નો અંત: તારિક રહેમાનના નેતૃત્વમાં BNP ની પ્રચંડ વાપસી

બાંગ્લાદેશના રાજકારણમાં ૨૦૨૬ની ૧૩મી સામાન્ય ચૂંટણી એક ઐતિહાસિક મોંઢું ફેરવનારી સાબિત થઈ છે. વર્ષો સુધી દેશનિકાલ અને રાજકીય સંઘર્ષ બાદ તારિક રહેમાનના નેતૃત્વમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ ૨૯૯માંથી ૨૧૨ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. આ પરિણામ સાથે લાંબા સમયથી સત્તામાં રહેલી અવામી લીગને સત્તા છોડવી પડી છે. 1973થી 2026: સત્તા સંગ્રામની સફર 1લી ચૂંટણી (1973) આઝાદી બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીમાં અવામી લીગે ૨૯૩ બેઠકો જીતીને દમદાર શરૂઆત કરી હતી. દેશ તાજેતરમાં જ મુક્તિ યુદ્ધમાંથી બહાર આવ્યો હતો અને જનતા સ્થિરતા ઈચ્છતી હતી. રાષ્ટ્રપતિ શાસનથી સંસદીય પ્રણાલી સુધી (1975–1991) 1991 સુધીની ચાર ચૂંટણીઓ રાષ્ટ્રપતિ શાસન હેઠળ યોજાઈ હતી. આ સમયગાળામાં રાજકીય અસ્થિરતા, સૈનિક શાસન અને બંધારણીય ફેરફારો જોવા મળ્યા. 8મી ચૂંટણી (2001) BNP એ…