USA માં સરકારી શટડાઉનનો એરપોર્ટ પર ગંભીર પ્રભાવ: સ્ટાફની અછતથી અનેક શહેરોમાં ફ્લાઇટ વિલંબ

અમેરિકામાં સરકારી શટડાઉનનો 23મો દિવસ ચાલી રહ્યો છે અને તેની અસર હવે સીધી રીતે એર ટ્રાવેલ સિસ્ટમ પર પડી રહી છે. એર ટ્રાફિક કંટ્રોલ અને સુરક્ષા વિભાગમાં સ્ટાફની ગંભીર અછતને કારણે ન્યૂ યોર્ક, વોશિંગ્ટન, હ્યુસ્ટન, નેવાર્ક જેવા મુખ્ય એરપોર્ટ્સ પર ફ્લાઇટ વિલંબ અને રદ થવાના કેસ વધી રહ્યા છે. હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે TSA અને FAAના કર્મચારીઓ પગાર વિના ફરજ બજાવી રહ્યા છે. કયા એરપોર્ટ પર કેટલી અસર? ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા ડેટા મુજબ દેશભરના 10 મુખ્ય એરપોર્ટ્સ પર વિક્ષેપ નોંધાયા. કેટલાક એરપોર્ટ્સ પર ગ્રાઉન્ડ સ્ટોપ (Ground Stop) જાહેર કરવો પડ્યો. જેનાથી ફ્લાઇટ ડિપાર્ચર તાત્કાલિક રોકાયા. – ન્યૂ યોર્ક લાગાર્ડિયા (LaGuardia): ફ્લાઇટ્સ સરેરાશ 62 મિનિટ મોડી પડી. – રોનાલ્ડ રીગન…