Gujarat Natural Farming Breakthrough 2026: પ્રાકૃતિક ખેતીથી હળદરનું બમણું ઉત્પાદન..
Gujarat પ્રાકૃતિક ખેતીથી હળદરની ઉપજ બમણી થઇ: વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગોમાં જબરદસ્ત સફળતા મળી Gujarat બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) અને સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય (SDAU) દ્વારા સંયુક્ત રીતે હળદરની ખેતીમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિનાં ફિલ્ડ ટ્રાયલ કરવામાં આવ્યાં હતા. હળદરની સફળ પ્રાકૃતિક ખેતીથી આવક બમણી થઈ. આ સફળ પ્રયોગથી તમામ ફળ -પાકોમાં પણ સારા પરિણામો મળી રહ્યા છે. સરકાર દ્વારા પ્રયોજિત One Health Missionનો પ્રમુખ આધાર પ્રાકૃતિક ખેતી જ છે: પ્રો. રાજેશ્વર સિંહ ચંદેલ, કુલપતિ, SDAU, સરદારકૃષિનગર ગાંધીનગર: ભારતમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિને વધુ મજબૂત વૈજ્ઞાનિક આધાર પૂરો પાડવાના હેતુથી હાથ ધરાયેલા બાયોટેકનોલોજી આધારિત સંશોધન કાર્યક્રમમાં Gujaratમાં હળદરની પ્રાકૃતિક ખેતીમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. Gujarat બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) અને સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય (SDAU) દ્વારા સંયુક્ત રીતે હળદરની ખેતીમાં…






