અમદાવાદમાં શરૂ થશે ‘પ્રાકૃતિક કૃષિ માર્કેટ’: ખેડૂતોને મળશે નવી આવક, શહેરીજનોને રસાયણમુક્ત પેદાશો

અમદાવાદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે કૃષિ વિભાગ હસ્તકના આત્મા, ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, કૃષિ તેમજ બાગાયત વિભાગ દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ હેઠળ જિલ્લામાં ક્લસ્ટરની રચના કરવામાં આવી છે. ગ્રામ્ય સ્તરે ક્લસ્ટર રિસોર્સ પર્સન તથા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા સતત ગહન પ્રયત્નોના ફળસ્વરૂપે, મિશન અને નોન-મિશન હેઠળ અત્યાર સુધીમાં કુલ 8300 થી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થયા છે. પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર વધે અને વધુમાં વધુ ખેડૂતો આ મિશન હેઠળ જોડાઈને આર્થિક રીતે સમૃદ્ધ બને તથા જિલ્લાના શહેરીજનોને રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતીની પેદાશો એક જ જગ્યાએથી મળી રહે તે હેતુસર જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને પ્રગતિશીલ ખેડૂતો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત…