નાંદોદના આમલેથામાં બે જુદી જુદી હત્યાઓથી ચકચાર, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામે એક જ દિવસે બે અલગ અલગ હત્યાના બનાવો સામે આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે. આ બંને ઘટનાઓમાં એક સ્થળ પર કુટુંબ વચ્ચેનો ઝઘડો હત્યામાં પરિણમ્યો તો બીજી ઘટના ગંભીર હત્યાનું શંકાસ્પદ કૌભાંડ દર્શાવે છે. ઘટના-1: ટાંકીનું પાણી છોડવાની બાબતે હત્યા આમલેથા ગામની સીમમાં પાણીની મોટી ટાંકી પાસે એક ખેતર નજીકના ઘર પાસે રહેતા જગદિશભાઈ કંથરભાઈ વસાવા (ઉ.વ. 50) એ તેમના દીકરા સુરેન્દ્ર જગદિશ વસાવાને ટાંકીનું પાણી છોડવા માટે કહ્યું. ત્યારે સુરેન્દ્ર ઉશ્કેરાઈ જતા તેણે લાકડું ઉઠાવીને પોતાના પિતાને માથાના પાછળના ભાગે આઘાત કર્યો. ફટકાથી જગદિશભાઈ ઘટનાસ્થળે જ ઢળી પડ્યા અને સારવાર પહેલા જ તેમનું મોત નીપજ્યું. હાજર અન્ય લોકોએ રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે સુરેન્દ્રે તેમને પણ ધમકી આપી…







