Pune-Mumbai એક્સપ્રેસવે પર 24 કલાકથી લાંબો ટ્રાફિક જામ, હજારો વાહનચાલકો ફસાયા

મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પર ટ્રાફિક જામની સમસ્યા 24 કલાકથી વધુ સમયથી જારી છે. ખંડાલા ઘાટની આડોશી સુરંગ નજીક મંગળવારે સાંજે આશરે 5 વાગ્યે કેમિકલ ભરેલું ગેસ ટેન્કર પલટી ગયું હતું. અકસ્માત બાદ ટેન્કરમાંથી ગેસ લીક થઈને સમગ્ર વિસ્તાર જોખમી સ્થિતિમાં આવી ગયો છે. 20 થી 22 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો આ દુર્ઘટનાના કારણે મુંબઈ તરફના ટ્રાફિકને સુરક્ષાના કારણે પુરી રીતે બંધ કરવામાં આવ્યું છે. અસર બંને દિશામાં જોવા મળી રહી છે. એક્સપ્રેસવે પર લગભગ 20 થી 22 કિ.મી. સુધી વાહનોની લાંબી લાઈનો ઉભી થઈ છે. ડ્રોન દ્વારા લીધેલા દ્રશ્યોમાં હજારો વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળે છે. મુસાફરોને મળી રહી છે મોટી મુશ્કેલી ઘણા લોકો સવારના 4 વાગ્યાથી એક જ જગ્યાએ અટકાયેલા છે. આ ભારે ટ્રાફિકજામના કારણે ઘણા…

મુંબઈ: રેલવે કર્મચારીઓની હડતાળ વચ્ચે અકસ્માત, 4 મુસાફરો આવ્યા ટ્રેન અડફેટે; 2નાં મોત

ગુરુવારે સાંજે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે સ્ટેશન પર રેલવે કર્મચારીઓની હડતાળ દરમિયાન એક ગંભીર અકસ્માત બન્યો હતો. લોકલ ટ્રેન સેવા બંધ હોવાને કારણે ટ્રેક પર ચાલતા ચાર મુસાફરોને એક ટ્રેન ટક્કર મારી હતી. આ દુર્ઘટના સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશનની નજીક બની. અહેવાલો અનુસાર, રેલવે કર્મચારીઓએ ગુરુવારે સાંજે 5:50 થી 6:45 વાગ્યા સુધી CSMT પર કામ બંધ કરી હડતાળ કરી હતી. હડતાળનો ઉદ્દેશ મુંબ્રા અકસ્માતમાં નોંધાયેલી FIR અને અન્ય વ્યાવસાયિક મુદ્દાઓને લઈને હતો. કાર્યરત લોકલ ટ્રેન સેવાઓ લગભગ એક કલાક માટે બંધ રહી, જેના કારણે હજારો મુસાફરો સ્ટેશન પર અટવાયા. હડતાળ અને ટ્રેન બંધના કારણે કેટલાક મુસાફરો ટ્રેક પર ચાલવા લાગ્યા હતા, અને તે સમયે સેન્ડહર્સ્ટ રોડ નજીક ટ્રેન તેમના પર વળી. દુર્ઘટનામાં ચારમાંથી બે મુસાફરોનું…