IPL 2025: ધોનીએ માત્ર એક છગ્ગાથી કરી કમાલ, રોહિત અને ગેઇલના શાનદાર ક્લબમાં કરી એન્ટ્રી
IPL 2025 ની 52મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એટલે કે RCB ટીમે CSK ને 2 રને હરાવીને શાનદાર સિદ્ધિ મેળવી. IPL સીઝનમાં પહેલીવાર RCBએ લીગ સ્ટેજની બંને મેચમાં સીએસકેને હરાવવામાં સફળતા મેળવી. આ રીતે, રજત પાટીદારની આગેવાની હેઠળની ટીમે તેનો 8મો વિજય નોંધાવ્યો અને 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ. આ દરમિયાન, મુંબઈની ટીમ બીજા સ્થાને સરકી ગઈ. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નહીં. તેણે 8 બોલમાં ફક્ત 12 રન બનાવ્યા. આ ઇનિંગમાં તેણે એક છગ્ગો ફટકાર્યો. આ સિક્સરને કારણે ધોની ખાસ ક્લબમાં…







