મુહમ્મદ યુનુસ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બનશે? નવી સરકારની રચનાની તૈયારીઓ વચ્ચે અટકળો તેજ

ઓગસ્ટ 2024 માં શેખ હસીનાની સરકારના પતન પછી, નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસને લશ્કરી સમર્થનથી બાંગ્લાદેશની બાગડોર સોંપવામાં આવી હતી. તેમણે આ સમયગાળા દરમિયાન મોટાભાગે વચગાળાની સરકારના સલાહકાર તરીકે સેવા આપી હતી. હવે, સામાન્ય ચૂંટણીઓ પછી, BNP વડા તારિક અહેમદ 17 ફેબ્રુઆરીએ વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે. દરમિયાન, મુહમ્મદ યુનુસ વિશે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. નિષ્ણાતો કહે છે કે તેમને ભવિષ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા આપવામાં આવી શકે છે. સોશિયલ મીડિયા પર લોકો એવું સૂચન કરી રહ્યા છે કે મોહમ્મદ યુનુસને એક મુખ્ય બંધારણીય પદ આપી શકાય છે. રહેમાનના નજીકના સહયોગી હુમાયુ કબીરે કહ્યું, “હજી સુધી કોઈની ભૂમિકા નક્કી થઈ નથી. મોહમ્મદ યુનુસ અંગે પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એ ચોક્કસ છે કે તેમણે દેશ આગળ…

BIMSTEC સમિટમાં પીએમ મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે નહીં યોજાય દ્વિપક્ષીય બેઠક, ભારતે કરી દીધો ઇન્કાર

મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળના બાંગ્લાદેશને ભારતે મોટો ઝટકો આપ્યો છે. ભારતે બેંગકોકમાં યોજાનારી BIMSTEC સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વચગાળાના સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજવાનો ઇનકાર કર્યો છે. આ પણ વાચો :- હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્માની ટ્રાન્સફર પાછળનું કારણ આવ્યું સામે, લેવાઇ શકે છે કડક પગલા હકીકતમાં, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ આવતા મહિને 2-4 એપ્રિલના રોજ યોજાનાર BIMSTEC સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ પહેલી વાર હશે જ્યારે પીએમ મોદી અને યુનુસ બહુપક્ષીય કાર્યક્રમમાં સામસામે હશે. પરંતુ આ સમિટ દરમિયાન બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે કોઈ દ્વિપક્ષીય બેઠક થશે નહીં. બાંગ્લાદેશે ભારતને મળવા વિનંતી કરી હતી :- બાંગ્લાદેશે BIMSTEC…

શેખ હસીનાની સરકાર પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર નાહીદ ઇસ્લામનું રાજીનામું

બાંગ્લાદેશની વચગાળાની સરકારના માહિતી સલાહકાર અને અગ્રણી વિદ્યાર્થી નેતા નાહિદ ઇસ્લામે મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. નાહિદ ઇસ્લામ મંગળવારે બપોરે મોહમ્મદ યુનુસને તેમની ઓફિસમાં મળ્યા અને તેમને પોતાનું રાજીનામું સુપરત કર્યું. નાહિદને ગયા વર્ષે મુહમ્મદ યુનુસ સરકારમાં ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના સલાહકાર તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. -> રાજીનામાનું કારણ જણાવ્યું :- ઇસ્લામે યુનુસને લખેલા પત્રમાં લખ્યું હતું કે, “હાલની પરિસ્થિતિઓમાં, રાષ્ટ્ર અને તેના લોકોના હિતમાં, મારે દેશના વિદ્યાર્થી સમુદાય સાથે ઊભા રહેવું જોઈએ, તેથી મને લાગે છે કે મારે મારું રાજીનામું આપવું જોઈએ. -> નવી પાર્ટી શરૂ કરવાની તૈયારી :- સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, ગયા વર્ષે તત્કાલીન વડા પ્રધાન શેખ હસીનાને પદભ્રષ્ટ કરનારા વિરોધ પ્રદર્શનોમાં મોખરે રહેલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ દ્વારા આ અઠવાડિયે…

બાંગ્લાદેશમાં બંધારણને બદલવાના ઉદ્દેશ્ય સાથે આજે વિદ્યાર્થીઓનું પ્રદર્શન, 30 લાખથી વધુ લોકો એકત્ર કરવાની યોજના

શું બાંગ્લાદેશમાં ફરી બળવો થશે? બાંગ્લાદેશના લોકોના મનમાં આ પ્રશ્ન ફરી ઉઠી રહ્યો છે કારણ કે જે વિદ્યાર્થી નેતાઓએ જુલાઈ ક્રાંતિનું આહ્વાન કર્યું હતું અને ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની સરકારને ઉથલાવી હતી, આજે ફરી એ જ વિદ્યાર્થી નેતાઓ ઢાંકાના શહીદ મિનાર ખાતે એકઠા થવા જઈ રહ્યા છે. અહીંથી ક્રાંતિની જાહેરાત કરવામાં આવશે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે તેમનો ઉદ્દેશ્ય બાંગ્લાદેશના બંધારણને બદલવાનો છે.આ સભા માટે 30 લાખથી વધુ લોકોને એકત્ર કરવાની યોજના છે. જમાત-એ-ઈસ્લામી જેવા કટ્ટરપંથી સંગઠનો આ બેઠકનો ઘણો પ્રચાર કરી રહ્યા છે. વિદ્યાર્થી નેતાઓની અપીલ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બાંગ્લાદેશના મોહમ્મદ યુનુસની સરકાર પણ વિદ્યાર્થી નેતાઓ સામે ઘૂંટણિયે પડેલી જોવા મળે છે. -> સરકાર ‘જુલાઈ ક્રાંતિ’ની…