ટ્રમ્પે એક તરફ જેલેન્સકીને આપી ચેતવણી તો બીજી તરફ રશિયાની કાઢી ઝાટકણી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ઠપકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન સાથેના ખનિજ સોદા અંગે ઝેલેન્સકીને ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું, “ઝેલેન્સકીને જોઈને મને એવું લાગે છે કે તે દુર્લભ ખનિજ કરારમાંથી પાછળ હટવાનો પ્રયાસ કરી રહ્યો છે અને જો તે આવું કંઈક કરશે તો પરિણામ સારું નહીં આવે, તે તેના માટે સમસ્યાઓ ઊભી કરશે. આ પણ વાચો :- પારસ્પરિક ટેરીફ ઘટાડવા અનેક દેશો અમેરિકા સાથે વાતચીત કરવાની રાહમાં , ટ્રમ્પે કહ્યું ‘હવે 2 એપ્રિલ પછી જ વાત’ ‘યુક્રેન ક્યારેય નાટોમાં જોડાઈ શકશે નહીં :- ‘રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “આ જ હરકતોને કારણે, યુક્રેન નાટો જૂથનો ભાગ નહીં બની શકે. જો ઝેલેન્સકીને લાગે છે કે તે ખનિજ કરાર પર ફરીથી વાટાઘાટો…