ગુજરાતમાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ, છતાં ઉત્તર-પૂર્વના ગરમ પવનોનો પ્રભાવ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વહેલી સવારે હળવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાતા ગરમ પવનોને કારણે શિયાળાની તીવ્રતા અનુભવાતી નથી. રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન મુજબ કચ્છના નલિયામાં સૌથી ઓછું 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 14.4 ડિગ્રી, ગાંધીનગરમાં 15 ડિગ્રી, પોરબંદરમાં 15.2 ડિગ્રી, અમદાવાદમાં 15.5 ડિગ્રી, વડોદરામાં 16.4 ડિગ્રી અને કંડલામાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આમ છતાં, આ આંકડા સામાન્ય શિયાળાની સરખામણીએ ઊંચા ગણાય છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં કડક ઠંડી લાવે છે. પરંતુ આ વર્ષે હિમાલય વિસ્તારમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સક્રિય રહ્યા નથી. જ્યારે હિમાલયમાં ભારે હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંથી ફૂંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારોમાં ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી હોવાથી ઠંડીનું જોર ઓછું રહ્યું છે. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના ‘અલ નીનો’ના પ્રભાવને કારણે વૈશ્વિક સ્તરે પણ શિયાળો હુંફાળો રહ્યો છે. સાથે જ અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનો લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતો અટકાવી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગનો વધતો પ્રભાવ ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ઝડપથી દેખાઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યની ત્રણેય ઋતુઓમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ડિસેમ્બરમાં કડક ઠંડીનો પ્રારંભ થઈ જાય છે, પરંતુ આ વખતે ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. ભર શિયાળામાં પણ ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધી છે. ડિસેમ્બર 2024માં નલિયામાં 31 દિવસમાંથી 22 દિવસ તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું હતું, જ્યારે આ વર્ષે માત્ર 4 દિવસ જ પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. અમદાવાદમાં આ વખતે સૌથી ઓછું તાપમાન 28 ડિસેમ્બર 2024ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન 4.2 ડિગ્રી સુધી ગગડ્યું હતું, જ્યારે આ વર્ષે સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહત્વની બાબત એ છે કે આ વખતના ડિસેમ્બરમાં નલિયા સિવાય રાજ્યના અન્ય કોઈપણ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદમાં ડિસેમ્બર 2024 દરમિયાન 31માંથી 14 દિવસ તાપમાન 14 ડિગ્રીથી નીચે રહ્યું હતું, જ્યારે આ વર્ષે માત્ર 4 વખત જ તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું છે. 15 વર્ષમાં સૌથી નરમ જાન્યુઆરી અમદાવાદમાં ગયા 15 વર્ષમાં સૌથી ઓછી ઠંડી આ વર્ષે નોંધાઈ છે. ઐતિહાસિક રીતે 10 જાન્યુઆરી 1954ના રોજ 3.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે રેકોર્ડબ્રેક ગણાય છે. ચાલુ વર્ષે માત્ર ત્રણ વખત જ તાપમાન 12 ડિગ્રીથી નીચે ગયું છે. ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. નલિયામાં ગત વર્ષે 10 વખત પારો 7 ડિગ્રીથી નીચે ગયો હતો, જ્યારે આ વર્ષે એવી સ્થિતિ જોવા મળી નથી. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

ગુજરાતમાં બેવડી ઋતુની અસર: સવારે ગુલાબી ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ

ગુજરાતમાં હાલ હવામાનમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે તો બપોરના સમયે તાપમાન વધતા ગરમીનો અનુભવ થાય છે. રાજ્યના વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હોવા છતાં, શિયાળો આ વર્ષે નરમ રહ્યો હોવાનું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે. વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાન રાજ્યના અનેક શહેરોમાં આજે નોંધાયેલું સૌથી નીચું તાપમાન નીચે મુજબ છે: – નલિયા – 14.3°C – કેશોદ – 15.3°C – રાજકોટ – 15.5°C – ભૂજ – 17.4°C – ડીસા – 17.1°C – વડોદરા – 18.4°C – ગાંધીનગર – 18.8°C – ભાવનગર – 18.6°C – અમદાવાદ – 19.7°C આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યમાં સવાર-સાંજ ઠંડક હોવા છતાં કડકડતી ઠંડીનો અભાવ છે. શિયાળો ‘નરમ’ કેમ રહ્યો? હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વર્ષે હિમાલય વિસ્તારમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયા નથી. સામાન્ય રીતે પહાડોમાં ભારે હિમવર્ષા બાદ ત્યાંથી ફૂંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારોમાં ઠંડી ફેલાવે છે. આ વખતે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતાં ઠંડીનું મોજું સર્જાયું નથી. આ ઉપરાંત પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના ‘અલ નિનો’ના પ્રભાવને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનો લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતો અટકાવી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગની વધતી અસર છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતની ત્રણેય ઋતુઓમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં સામાન્ય રીતે કાતિલ ઠંડીનો પ્રારંભ થતો હોય છે, પરંતુ આ વર્ષે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળામાં પણ ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધી રહી છે. ડિસેમ્બર 2024 અને ડિસેમ્બર 2025ની સરખામણી કચ્છના નલિયામાં ડિસેમ્બર 2024 દરમિયાન 31 દિવસમાંથી 22 દિવસ તાપમાન 10°Cથી નીચે નોંધાયું હતું. જ્યારે ડિસેમ્બર 2025માં માત્ર 4 દિવસ જ પારો 10°Cથી નીચે ગયો. 28 ડિસેમ્બર 2024ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન 4.2°C સુધી ગગડ્યું હતું, જ્યારે આ વર્ષે સૌથી ઓછું તાપમાન 8.8°C નોંધાયું છે. આ વખતે નલિયા સિવાય રાજ્યના અન્ય કોઈપણ શહેરમાં લઘુત્તમ તાપમાન 10°Cથી નીચે ગયું નથી. અમદાવાદમાં 15 વર્ષમાં સૌથી ઓછી ઠંડી અમદાવાદ શહેરમાં પણ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ડિસેમ્બર 2024માં 31માંથી 14 દિવસ તાપમાન 14°Cથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર 4 વખત જ તાપમાન 14°Cથી નીચે ગયું છે. ઈતિહાસમાં 10 જાન્યુઆરી 1954ના રોજ અમદાવાદમાં 3.9°C તાપમાન નોંધાયું હતું, જે રેકોર્ડબ્રેક માનવામાં આવે છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ઠંડીનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું છે. નલિયામાં પણ ગત વર્ષે જાન્યુઆરી દરમિયાન 10 વખત પારો 7°Cથી નીચે ગયો હતો, જ્યારે આ વર્ષે એવો કડક ઠંડીનો માહોલ સર્જાયો નથી.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું : વહેલી સવારે ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ – શહેરીજનો પરેશાન

ગુજરાતમાં શિયાળો આ વર્ષે નરમ રહ્યો હોવાનું સ્પષ્ટ ચિત્ર સામે આવી રહ્યું છે. વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ બપોરના સમયે ગરમી અને ઉકળાટ અનુભવાતો હોવાથી લોકો દ્વિધામાં મુકાયા છે. રાજ્યમાં નોંધાયેલું લઘુત્તમ તાપમાન હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યના વિવિધ શહેરોમાં નીચે મુજબ લઘુત્તમ તાપમાન નોંધાયું છે: નલિયા : 10.4 ડિગ્રી અમરેલી : 12.7 ડિગ્રી ડીસા : 13 ડિગ્રી રાજકોટ : 12.3 ડિગ્રી પોરબંદર : 14.8 ડિગ્રી ગાંધીનગર : 15.3 ડિગ્રી કંડલા : 15.5 ડિગ્રી દીવ : 15.7 ડિગ્રી સુરત : 16.8 ડિગ્રી અમદાવાદ : 17 ડિગ્રી ઉત્તર ભારત અને બિહારમાં ધુમ્મસની શક્યતા આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું, જ્યારે દિલ્હીના આયાનગરમાં લઘુત્તમ તાપમાન 2.9 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે દિલ્હીમાં આગામી બે દિવસ સુધી કડકડતી ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા નથી. કેમ આ વર્ષે શિયાળો નરમ રહ્યો? હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતાં સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વર્ષે હિમાલયમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયા નથી. પરિણામે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી રહી અને ઠંડા પવનનો પ્રભાવ ગુજરાત સુધી પહોંચ્યો નહીં. આ ઉપરાંત પ્રશાંત મહાસાગરમાં વધેલા તાપમાનની ઘટના એટલે કે ‘અલ નિનો’ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતો અટક્યો છે. ગ્લોબલ વોર્મિંગની અસર સ્પષ્ટ છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં ત્રણેય ઋતુઓમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. અગાઉ ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં કડક ઠંડી અનુભવાતી હતી, પરંતુ આ વર્ષે ગત વર્ષની તુલનામાં ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ભર શિયાળે પણ ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધી છે. આંકડાઓ મુજબ, ડિસેમ્બર-2024માં કચ્છના નલિયામાં 31 દિવસમાંથી 22 વખત લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું હતું, જ્યારે આ વર્ષે માત્ર 4 વખત જ પારો 10 ડિગ્રીથી નીચે ઉતર્યો છે.  Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in