“ઈરાન તાત્કાલિક છોડી દો” – હુમલાની આશંકા વચ્ચે અમેરિકાએ તેના નાગરિકોને લઇ જાહેર કરી એડવાઈઝરી
ઈરાનમાં વધી રહેલી અસ્થિરતા, હિંસક જનઆંદોલન અને સંભવિત યુદ્ધના ભય વચ્ચે અમેરિકાએ તેના નાગરિકો માટે ગંભીર ચેતવણી જાહેર કરી છે. અમેરિકી સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ઈરાનમાં રહેલા તમામ અમેરિકી નાગરિકોએ કોઈપણ વિલંબ કર્યા વગર દેશ છોડવો જોઈએ. પરિસ્થિતિ ઝડપથી બગડી રહી હોવાથી કોઈપણ પ્રકારની મદદ મળી શકે તેની ખાતરી નથી, તેમ એડવાઈઝરીમાં જણાવાયું છે. પ્રચંડ જનઆક્રોશ અને હિંસક સ્થિતિ ડિસેમ્બર 2025થી ઈરાનમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ હવે ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. દેશના 31 પ્રાંતોમાં આર્થિક કટોકટી, બેરોજગારી અને રાજકીય અસંતોષને કારણે લોકો રસ્તા પર ઉતર્યા છે. પ્રદર્શનકારીઓ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના શાસન સામે ખુલ્લેઆમ નારા લગાવી રહ્યા છે. સુરક્ષા દળોની કડક કાર્યવાહી દરમિયાન સેંકડો લોકોના મોતના અહેવાલો સામે આવ્યા છે.…
ઈરાન: વિદેશ મંત્રાલયનું કડક વલણ, વિદેશ મંત્રીએ અમેરિકા અને ઇઝરાયલને આપી ખુલ્લી ચેતવણી
ઈરાનમાં વ્યાપક અશાંતિ અને આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે, ઈરાનના વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. ઈરાનના પ્રવક્તા ઇસ્માઇલ બાઘાઈએ સ્પષ્ટ કર્યું કે ઈરાનના સશસ્ત્ર દળો કોઈપણ આક્રમણ સામે તુરંત જવાબ આપવા માટે તૈયાર છે. તેમણે ઉમેર્યું કે દેશની સેના લોકોના પૂરતું ટેકો સાથે મજબૂત બની રહી છે. પરિસ્થિતિની વિગત તેહરાન, મશહાદ અને અનેક મોટા શહેરોમાં વિરોધ પ્રદર્શનો અને પ્રતિ-રેલીઓ ચાલી રહી છે. માનવ અધિકાર એજન્સીઓએ 544 લોકમૃત્યુઓ અને 10,681થી વધુ ધરપકડનો દાવો કર્યો છે. સરકારી રેલીઓમાં “અમેરિકા મુબારક” અને “ઇઝરાયલ મુબારક” ના નારા લગાવવામાં આવ્યા. ઈન્ટરનેટ અને સંદેશાવ્યવહાર સેવાઓમાં વિક્ષેપને કારણે પરિસ્થિતિ વધુ તંગ બની. વિદેશી દબાણ અને ઈરાનની જવાબી કાર્યવાહી બાઘાઈએ જણાવ્યું કે તાજેતરનિ હિંસા પાછળ વિદેશી દખલગીરીનો હાથ છે, જેમાં યુએસ અને ઇઝરાયલનો દાવો છે.…
ભારતે ઈરાન માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી, ભારતીયોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ
વૈશ્વિક સ્તરે વધતી તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઈરાન માટે મહત્વપૂર્ણ ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી ઈરાનની બિન-આવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકો અને ત્યાં તેમના પરિવારજનો તથા ઓળખીતાઓએ વિશેષ સાવધાની રાખવી જોઈએ. તેમને વિરોધ પ્રદર્શનવાળા વિસ્તારોમાંથી દૂર રહેવા, સ્થાનિક પરિસ્થિતિ અંગે સચેત રહેવા અને તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસની વેબસાઇટ તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મળતી માહિતી પર સતત નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. ઈરાનમાં રહેલા ભારતીયો માટે ખાસ સૂચનાઓ ઈરાનમાં લાંબા ગાળાના વિઝા પર રહેતા ભારતીય નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો તેઓએ હજી સુધી ભારતીય દૂતાવાસમાં નોંધણી કરાવી ન હોય, તો તરત નોંધણી કરાવે, જેથી…
Donald Trumpની ધમકી પર ઈરાનનો કડક જવાબ, રાષ્ટ્રપતિએ કહ્યું – ‘હુમલો કર્યો તો ભારે કિંમત ચૂકવવી પડશે’
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલી કડક ચેતવણી બાદ મધ્ય પૂર્વની રાજનીતિ વધુ ગરમાઈ ગઈ છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની હાજરીમાં ટ્રમ્પે ઈરાનના પરમાણુ અને બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમને લઈને કડક ભાષા વાપરી હતી. હવે આ નિવેદન પર ઈરાને પણ પલટવાર કર્યો છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને ટ્રમ્પની ધમકીનો જવાબ આપતા જણાવ્યું છે કે જો ઈરાન પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે, તો તેનો જવાબ એટલો જ કડક અને જોખમી હશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કરેલી પોસ્ટમાં તેમણે અમેરિકાનું નામ લીધા વગર કહ્યું કે, “ઈસ્લામિક ગણરાજ્ય ઈરાન પર કોઈપણ દમનકારી હુમલો કરાશે તો તેનો જવાબ એવો હશે કે હુમલો કરનારને પસ્તાવો થશે.” ટ્રમ્પની કડક ચેતવણી ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ઈરાન ફરીથી…
ઈરાને દેશવ્યાપી ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનું મોટું પરીક્ષણ કર્યું, વધતા પ્રાદેશિક તણાવ વચ્ચે તૈયારીમાં તેજી
વધતા જતા પ્રાદેશિક તણાવ અને સંભવિત સંઘર્ષની શક્યતાઓ વચ્ચે, ઈરાને શુક્રવારે તેની મોબાઇલ ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનું રાષ્ટ્રવ્યાપી પરીક્ષણ કર્યું. પસંદગીના મોબાઇલ વપરાશકર્તાઓને મોકલાયેલા આ એલર્ટ દ્વારા સરકારે સંકેત આપ્યો છે કે કોઈપણ અણધારી પરિસ્થિતિ માટે દેશ તૈયારીને ઝડપથી મજબૂત બનાવી રહ્યો છે. જૂનમાં થયેલા 12 દિવસના ઈઝરાયલ–ઈરાન યુદ્ધ પછી ઈરાન ખુલ્લેઆમ રાષ્ટ્રીય સુરક્ષા માળખાને વિસ્તૃત કરી રહ્યું છે. તે જ સંઘર્ષ દરમિયાન ઈમરજન્સી ચેતવણી વ્યવસ્થામાં દેખાયેલ કેટલીક ખામીઓ બાદ સરકારે ચેતવણી સિસ્ટમને અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો હતો. અમેરિકાના ઈરાનના પરમાણુ સ્થળો પર થયેલા હુમલાઓએ પણ સરકારને વિશ્વાસ અપાવ્યો કે ભવિષ્યમાં ઝડપી અને વિશ્વસનીય ચેતવણી પ્રણાલી અનિવાર્ય છે. કોઈ એપ વગર સીધો ફોન સ્ક્રીન પર એલર્ટ સવારે 10 થી બપોરે 12 વાગ્યા વચ્ચે ખાનગી મોબાઇલ વપરાશકર્તાઓને “કટોકટી…











