મૌની અમાવસ્યા પર શ્રદ્ધાનો મહાસાગર, પ્રયાગરાજ સંગમ ખાતે 4.36 કરોડ ભક્તોએ લગાવી પવિત્ર ડૂબકી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા ઐતિહાસિક માઘ મેળામાં મૌની અમાવસ્યાના પાવન અવસરે આસ્થાનો અભૂતપૂર્વ નજારો જોવા મળ્યો. રવિવારે બ્રહ્મમુહૂર્તથી જ સંગમના ઘાટો પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. સાંજે 6 વાગ્યા સુધીમાં 4.36 કરોડથી વધુ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું, જે વહીવટીતંત્રના અંદાજ કરતા ઘણી વધુ સંખ્યા છે. સ્નાનનો ક્રમ વહેલી સવારથી શરૂ થયો હતો. સવારે 4 વાગ્યા સુધીમાં 50 લાખ, 6 વાગ્યા સુધીમાં 75 લાખ અને 7 વાગ્યા સુધીમાં 1 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી હતી. સવારે 8 વાગ્યા સુધીમાં આ આંકડો 1.3 કરોડને પાર ગયો હતો. બપોરે 12 વાગ્યા સુધીમાં 3.15 કરોડ, સાંજે 4 વાગ્યા સુધીમાં 3.82 કરોડ અને સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 4.36 કરોડ ભક્તોએ સ્નાન પૂર્ણ કર્યું હતું. ગત…







